યર્મિયા 27
27
ઝૂંસરીઓ દ્વારા પદાર્થપાઠ
1પહૂદિયાના રાજા યોશિયાના પુત્ર #૨ રા. ૨૪:૧૮-૨૦; ૨ કાળ. ૩૬:૧૧-૧૩. સિદકિયાની કરકિર્દીના આરંભમાં યર્મિયાની પાસે આ વચન યહોવાની પાસેથી આવ્યું, 2“યહોવા મને કહે છે કે, તું તારે પોતાને માટે બંધનો તથા ઝૂંસરીઓ તૈયાર કરીને તારી પોતાની ગરદન પર મૂક; 3અને યરુશાલેમમાં યહૂદિયાના રાજા સિદકિયાની પાસે જે ખેપિયાઓ આવે છે તેઓની હસ્તક અદોમના રાજા પાસે, મોઆબના રાજા પાસે, આમ્મોનીઓના રાજા પાસે, સૂરના રાજા પાસે, તથા સિદોનના રાજા પાસે તે મોકલ. 4વળી તેઓને પોતપોતાની સરકારોને કહેવાની આજ્ઞા આપ કે, સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે કે, 5મેં મારી મહાન શક્તિથી તથા મારા લાંબા કરેલા ભુજથી પૃથ્વીને, ને પૃથ્વીના પૃષ્ઠ પરનાં મનુષ્યોને તથા પશુઓને પણ ઉત્પન્ન કર્યાં; અને મને યોગ્ય લાગે તેને હું તે આપું છું. 6હવે મેં આ બધા દેશો મારા દાસ બાબિલના રાજા નબૂખાદનેસ્સારના હાથમાં આપ્યાં છે; અને તેની સેવા કરવા માટે વગડામાંના પશુઓ પણ મેં તેને આપ્યાં છે. 7તેના દેશને માટે નિર્માણ થયેલો સમય આવે, ત્યાં સુધી સર્વ પ્રજાઓ તેની, તેના પુત્રની તથા તેના પૌત્રની સેવા કરશે; [પરંતુ] ત્યારપછી ઘણી પ્રજાઓ તથા મોટા રાજાઓ તેની પાસે સેવા કરાવશે.
8વળી જે પ્રજા તથા જે રાજ્ય તેની, એટલે બાબિલના રાજા નબૂખાદનેસ્સારની સેવા નહિ કરશે, ને પોતાની ગરદન પર બાબિલના રાજાની ઝૂંસરી નહિ મૂકશે, તે પ્રજાને તેને હાથે હું નષ્ટ કરી નાખું ત્યાં સુધી તરવારથી, દુકાળથી તથા મરકીથી તેને શિક્ષા કરીશ, એવું યહોવા કહે છે. 9તેથી તમારા પ્રબોધકો, તમારા જોશીઓ, તમારાં સ્વપ્નો [જોનારાઓ] , તમારા કામણટુમણ કરનારા તથા તમારા ભૂવાઓ તમને કહે છે, ‘તમે બાબિલના રાજાના હાથમાં પડશો નહિ, ’ તેઓનું તમે સાંભળશો નહિ; 10કેમ કે તમને તમારા વતનથી દૂર કરવા માટે, ને હું તમને ખદેડી મૂકું ને તમે નષ્ટ થાઓ, તે માટે તેઓ તમને ખોટું ભવિષ્ય કહે છે. 11પણ જે પ્રજા બાબિલના રાજાની ઝૂંસરી પોતાની ગરદન પર મૂકશે, ને તેના દાસ થશે, તેને હું તેના વતનમાં રહેવા દઈશ. તે તેને ખેડશે, ને તેમાં વસશે, ” એવું યહોવા કહે છે.
12યહૂદિયાના રાજા સિદકિયાની આગળ આ સર્વ વચન પ્રમાણે મેં કહ્યું, “તમે તમારી ગરદનો પર બાબિલના રાજાની ઝૂંસરીઓ મૂકશો, ને તેના તથા તેના લોકના દાસ થશો, તો તમે જીવતા રહેશો. 13જે પ્રજા બાબિલના રાજાની સેવા નહિ કરે તેના સંબંધી યહોવા બોલ્યા છે તે પ્રમાણે તમે, એટલે તું તથા તારા લોકો, તરવારથી, દુકાળથી તથા મરકીથી શા માટે મરો? 14જે પ્રબોધકો તમને કહે છે, ‘તમે બાબિલના રાજાના દાસ થશો નહિ, ’ તેઓનાં વચનો સાંભળશો નહિ; કેમ કે તેઓ તમને ખોટું ભવિષ્ય કહે છે. 15કેમ કે યહોવા કહે છે, મેં તેઓને મોકલ્યા નથી, તોપણ તેઓ મારે નામે જૂઠું ભવિષ્ય કહે છે; કે જેથી હું તમને હાંકી કાઢું, ને જે પ્રબોધકો તમને પ્રબોધ કરે છે તેઓ તથા તમે નષ્ટ થાઓ.”
16વળી યાજકો તથા આ સર્વ લોકોની આગળ હું બોલ્યો, “યહોવા એવું કહે છે કે, જે તમારા પ્રબોધકો તમને એવું ભવિષ્ય કહે છે કે, ‘જુઓ, યહોવાના મંદિરનાં પાત્રો બાબિલમાંથી જલદી પાછાં લાવવામાં આવશે, ’ તેઓનાં વચન તમે સાંભળશો નહિ. કેમ કે તેઓ તમને ખોટું ભવિષ્ય કહે છે. 17તેઓનું ન સાંભળો; બાબિલના રાજાની સેવા કરશો, તો તમે જીવતા રહેશો. આ નગર શા માટે ઉજજડ થાય? 18પણ જો તેઓ [સાચા] પ્રબોધકો હોય, ને જો યહોવાનું વચન તેઓની પાસે [આવ્યું] હોય, તો યહોવાના મંદિરમાં, યહૂદિયાના રાજાના મહેલમાં તથા યરુશાલેમમાં જે પાત્રો બાકી રહેલાં છે, તેઓ બાબિલમાં ન લઈ જવાય માટે, તેઓએ સૈન્યોના [ઈશ્વર] યહોવાને વિનંતી કરવી. 19કેમ કે જે વખતે બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યહૂદિયાના રાજા યહોયાકીમના પુત્ર યહોન્યાને તથા યહૂદિયાના તેમજ યરુશાલેમના સર્વ કુલીન લોકોને યરુશાલેમમાંથી બાબિલના બંદીવાસમાં લઈ ગયો, 20ત્યારે જે સ્તંભ, સમુદ્ર, પાયા તથા જે પાત્રો તે લઈ ગયો નહિ, પણ જે આ નગરમાં હજુ રહેલાં છે, તેઓ વિષે સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે કે,
21જે પાત્રો યહોવાના મંદિરમાં, યહૂદિયાના રાજાના મહેલમાં તથા યરુશાલેમમાં હજુ રહેલાં છે, તેઓ વિષે સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે, 22‘તેઓ બાબિલમાં લઈ જવામાં આવશે, ને હું તેઓને જોઈ લઉં ત્યાં સુધી તેઓ ત્યાં જ રહેશે, એવું યહોવા કહે છે, પછી હું તેઓને પાછાં લાવીને આ સ્થળે મૂકીશ.’”
Currently Selected:
યર્મિયા 27: GUJOVBSI
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.