યશાયા 61:1-3
યશાયા 61:1-3 GUJOVBSI
પ્રભુ યહોવાનો આત્મા મારા પર છે; કારણ કે દીનોને વધામણી કહેવા માટે યહોવાએ મને અભિષિક્ત કર્યો છે; ભગ્ન હ્રદયોવાળાને સાજા કરવા માટે, બંદીવાનોને છુટકારાની તથા કેદીઓને કેદખાનું ઊઘડવાની ખબર પ્રસિદ્ધ કરવા માટે; યહોવાએ માન્ય કરેલું કૃપાનું વર્ષ, આપણા ઈશ્વરના પ્રતિકારનો દિવસ પ્રસિદ્ધ કરવા માટે; સર્વ શોક કરનારાઓને દિલાસો આપવા માટે; સિયોનમાંના શોક કરનારાઓને રાખને બદલે મુગટ, શોકને બદલે હર્ષનું તેલ, ખિન્ન આત્માને બદલે સ્તુતિરૂપ વસ્ત્ર આપવા માટે તેણે મને મોકલ્યો છે; જેથી તેઓ તેના મહિમાને અર્થે ધાર્મિકતાનાં વૃક્ષ, યહોવાની રોપણી કહેવાય.