ઉત્પત્તિ 26
26
ઇસહાક ગેરારમાં જઈ વસે છે
1અને ઇબ્રાહિમના વખતમાં પહેલો દુકાળ પડયો હતો, તે સિવાય તે દેશમાં બીજો દુકાળ પડયો, ત્યારે ઇસહાક પલિસ્તીઓના રાજા અબીમેલેખની પાસે ગેરારમાં ગયો. 2અને યહોવાએ તેને દર્શન દઈને કહ્યું, “તું મિસરમાં ન જતો. જે દેશ વિષે હું તને કહીશ ત્યાં રહે. 3આ દેશમાં તું પ્રવાસી થઈ રહે, ને હું તારી સાથે રહીશ ને તને આશીર્વાદ આપીશ; કેમ કે તને તથા તારાં સંતાનને હું આ બધો દેશ આપીશ, ને #ઉત. ૨૨:૧૬-૧૮. તારા પિતા ઇબ્રાહિમની આગળ જે સમ મેં ખાધા છે તે હું પૂરા કરીશ; 4અને હું તારા સંતાનને આકાશના તારાઓ જેટલાં વધારીશ, ને આ સર્વ દેશો હું તારાં સંતાનને આપીશ; અને પૃથ્વીનાં સર્વ કુળ તારાં સંતાનમાં આશીર્વાદ પામશે; 5કેમ કે ઇબ્રાહિમે મારી વાણી માની, ને મારું ફરમાન, તથા મારી આ ઓ, તથા મારા વિધિ, તથા મારા નિયમ પાળ્યાં.” 6અને ઇસહાક ગેરારમાં રહ્યો. 7અને ત્યાંના માણસોએ તેની પત્ની વિષે તેને પૂછયું, અને તેણે કહ્યું, #ઉત. ૧૨:૧૩; ૨૦:૨. “તે મારી બહેન છે;” કેમ કે તે મારી પત્ની છે, એમ કહેતાં તે બીધો, રખેને ત્યાંના માણસો રિબકાને લીધે તેને મારી નાખે; કારણ કે તે રૂપાળી હતી. 8અને એમ થયું કે ત્યાં તેને ઘણા દિવસ થયા, ત્યારે પલિલ્તીઓના રાજા અબીમેલેખે બારીએથી જોયું, ને જુઓ, ઇસહાક પોતાની પત્ની રિબકાને લાડ લડાવતો હતો. 9અને અબીમેલેખે ઇસહાકને બોલાવીને કહ્યું, “જો ખચીત તે તારી પત્ની છે; અને તું એમ કેમ બોલ્યો કે તે મારી બહેન છે?” અને ઇસહાકે તેને કહ્યું, “હું તેને લીધે કદાચિત માર્યો જાઉં એવી બીકથી હું એમ બોલ્યો.” 10અને અબીમેલેખે કહ્યું, “તેં અમને આ શું કર્યું છે? લોકમાંનો કોઈ તારી પત્નીની સાથે સૂઈ જાત, અને એમ તું અમારા પર દોષ લાવત.” 11અને અબીમેલેખે સર્વ લોકોને તાકીદ કરીને કહ્યું, “આ માણસને અથવા તેની પત્નીને જે કોઈ અડકશે તે નિશ્ચે માર્યો જશે.”
12અને ઇસહાકે તે દેશમાં વાવણી કરી, તે જ વર્ષે સોગણું પામ્યો; અને યહોવાએ તેને આશીર્વાદ આપ્યો. 13અને તે મોટો માણસ થયો, ને એમ વધતાં વધતાં બહુ જ મોટો થયો. 14અને તેની પાસે ઘેટાં તથા ઢોર તથા ઘણા દાસો થયાં; અને પલિસ્તીઓએ તેની અદેખાઈ કરી. 15અને તેના પિતા ઇબ્રાહિમના દિવસોમાં જે સર્વ કૂવા તેના પિતાના દાસોએ ખોદ્યા હતા તે પલિસ્તીઓએ માટીથી પૂરી નાખ્યા હતા. 16અને અબીમેલેખે ઇસહાકને કહ્યું, “તું અમારી પાસેથી જા; કેમ કે તું અમારાં કરતાં બહુ સમર્થ થઈ ગયો છે.” 17પછી ઇસહાકે ત્યાંથી નીકળીને ગેરારના નીચાણમાં તંબુ માર્યોમ ને તે ત્યાં રહ્યો.
18અને તેના પિતા ઇબ્રાહિમના વખતમાં તેઓએ પાણીના જે કૂવા ખોદ્યા હતા, તે ઇસહાકે ગાળી કાઢયા, કેમ કે ઇબ્રાહિમના મરણ પછી પલિસ્તીઓએ તે પૂરી નાખ્યા હતા. અને તેમનાં જે જે નામ તેના પિતાએ પાડયાં હતાં, તે જ નામ તેણે તેઓનાં પાડયાં. 19અને ઇસહાકના દાસોએ નીચાણમાં ખોદ્યું, ને ત્યાં તેમને પાણીનો એક ઝરો મળ્યો. 20અને એ પાણી અમારું છે એમ કહેતાં ગેરારના ભરવાડો ઇસહાકના ભરવાડો સાથે લડયા. અને તે કૂવાનું નામ તેણે #૨૬:૨૦એસેક:“ઝઘડો.” એસેક પાડયું; કેમ કે તેઓ તેની સાથે લડયા હતા. 21અને તેઓએ બીજો કૂવો ખોદ્યો, ને તે વિષે પણ તેઓ લડયા અને તેણે તેનું નામ #૨૬:૨૧સિટના : “દુશ્મનાવટ.” સિટના પાડયું. 22અને ત્યાંથી જઈને તેણે બીજો કૂવો ખોદ્યો; અને તેને માટે તેઓ લડયા નહિ અને તેણે તેનું નામ #૨૬:૨૨રહોબોથ:“વિશાળ જગા.” રહોબોથ પાડયું; અને કહ્યું હવે યહોવાએ અમને પુષ્કળ જુગા આપી છે, ને આ દેશમાં અમે સફળ થઈશું.
23અને તે ત્યાંથી બેર-શેબા ગયો. 24અને તે જ રાત્રે યહોવાએ તેને દર્શન આપીને કહ્યું, “હું તારા પિતા ઇબ્રાહિમનો ઈશ્વર છું; બીશ નહિ, કેમ કે હું તારી સાથે છું, ને મારા સેવક ઇબ્રાહિમને લીધે હું તને આશીર્વાદ આપીશ, ને તારાં સંતાન વધારીશ.” 25અને તેણે ત્યાં વેદી બાંધી, ને યહોવાને નામે પ્રાર્થના કરી, ને ત્યાં પોતાનો તંબુ માર્યો; અને ત્યાં ઇસહાકના દાસોએ એક કૂવો ખોદ્યો.
ઇસહાક અને અબીમેલેખ વચ્ચે સંધિ
26અને #ઉત. ૨૧:૨૨. અબીમેલેખ પોતાના મિત્રોમાંના એક અહુઝાથ તથા પોતાના સેનાપતિ ફીકોલ સહિત ગેરારથી ઇસહાક પાસે આવ્યો. 27અને ઇસહાકે તેઓને કહ્યું, “તમે મારો દ્વેષ કરો છો, ને તમારી પાસેથી મને કાઢી મૂક્યો છે, અને મારી પાસે તમે કેમ આવ્યા છો?” 28અને તેઓએ કહ્યું, “અમે ખચીત જાણ્યું કે યહોવા તારી સાથે છે; અને અમે કહ્યુમ કે, “હવે આપણે એકબીજાની સાથે સમ ખાઈએ, ને આપણે કરાર કરીએ કે, 29જેમ અમે તને છેડ્યો નથી, ને તારું માત્ર ભલું જ કર્યું, ને શાંતિથી તને વિદાય કર્યો, તેમ તું અમારું ભૂંડું નહિ કરે;’ હવે તું યહોવાથી આશીર્વાદિત છે.” 30અને તેણે તેઓને માટે મિજબાની કરી, ને તેઓએ ખાધું ને પીધું. 31અને તેઓએ મોટી સવારે ઊઠીને અરસપરસ સમ ખાધા; અને ઇસહાકે તેઓને વિદાય કર્યા, ને તેઓ તેની પાસેથી શાંતિએ ગયા. 32અને તે જ દિવસે એમ થયું કે ઇસહાકના દાસોએ જે કૂવો ખોદ્યો હતો, તે વિષે તેઓએ આવીને કહ્યું, “અમને પાણી જડ્યું છે.” 33અને તેણે તેને શિબા નામ આપ્યું; માટે આજ સુધી તે નગરનું નામ બેર-શેબા કહેવાય છે.
એસાવની પરદેશી પત્નીઓ
34અને એસાવ ચાળીસ વર્ષનો થ ઈને હિત્તી બેરીની દીકરી યહૂદીથને તથા હિત્તી એલોનની દીકરી બાસમાથને પરણ્યો; 35અને તેઓ ઇસહાક તથા રિબકાના જીવને સંતાપરૂપ હતી.
Currently Selected:
ઉત્પત્તિ 26: GUJOVBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.