YouVersion Logo
Search Icon

હઝકિયેલ 2

2
પ્રબોધક થવા હઝકિયેલને ઈશ્વરનું તેડું
1તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, તારા પગ પર ઊભો રહે, એટલે હું તારી સાથે વાત કરીશ.” 2તેણે મને એમ કહ્યું ત્યારે [ઈશ્વરના] આત્માએ મારામાં પ્રવેશ કરીને મન મારા પગ પર ઊભો કર્યો, અને મારી સાથે વાત કરનારની વાણી મેં સાંભળી. 3તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, હું તને ઇઝરાયલી લોકો પાસે, એટલે જે બંડખોર પ્રજાઓએ મારી વિરુદ્ધ બંડ કર્યુ છે તેમની પાસે, મોકલું છું. તેઓના પૂર્વજો તથા તેઓ પોતે છેક આજ સુધી મારી વિરુદ્ધ અપરાધ કરતા આવ્યા છે. 4એ પુત્રો ઉદ્ધતને કઠણ હ્રદયના છે; હું તને તેમની પાસે મોકલું છું. તારે તેઓને કહેવું, ‘પ્રભુ યહોવા આમ કહે છે.’ 5પછી ગમે તો તેઓ સાંભળે કે ન સાંભળે, (કેમ કે તેઓ બંડખોર પ્રજા છે) તોપણ તેઓ જાણશે કે તેઓમાં એક પ્રબોધક થઈ ગયો છે.
6હે મનુષ્યપુત્ર, જો કે તને ઝાંખરા તથા કંટાળાનો સંગ થાય, ને વીછુઓમાં તારે રહેવું પડે, તોપણ તારે તેઓથી બીવું નહિ, ને તેમના શબ્દોથી પણ ડરવું નહિ. જો કે તેઓ બંડખોર પ્રજા છે, તોપણ તેઓના શબ્દોથી તારે બીવું નહિ, ને તેઓના ચહેરાથી ગભરાવું નહિ. 7ગમે તો તેઓ સાંભળે, ગમે તો તેઓ ન સાંભળે, તોપણ તારે મારાં વચન તેઓને કહી સંભળાવવાં; કેમ કે તેઓ અત્યંત બંડખોર છે.
8પણ, હે મુષ્યપુત્ર, જે કંઈ હું તને કહું તે તું સાંભળ. એ બંડખોર પ્રજાની જેમ તું બંડખોર ન થા. તારું મોં ઉઘાડ, ને હું તને જે આપું તે ખા.” 9ત્યારે મેં જોયું, તો, જુઓ, એક હાથ મારા તરફ લાંબો કરવામાં આવ્યો, અને તેમાં એક પુસ્તકનું #પ્રક. ૫:૧. ઓળિયું હતું. 10તે તેણે મારી આગળ ખુલ્લું કર્યું. તેની અંદરની બાજુએ ને બહારની બાજુએ લખેલું હતું, અને તેની અંદર વિલાપ તથા શોક તથા આફત લખેલાં હતાં.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in