એફેસીઓને પત્ર પ્રસ્તાવના :
પ્રસ્તાવના :
એફેસસ શહેર કે મંડળી આજે તો હયાત નથી, પણ તે જમાનામાં રોમન સામ્રાજયનું તે વેપારથી ધમધમતું, સમૃદ્ધિશાળી અને સાંસ્કૃતિક નગર હતું. આજે જે પ્રદેશ તુર્કસ્તાન તરીકે ઓળખાય છે ત્યાં એ આવેલું હતું.
“એફેસીઓને પાઉલ પ્રેરિતનો પત્ર”નો કેન્દ્રવર્તી વિચાર એ છે કે સારીયે સૃષ્ટિ, “સ્વર્ગમાંનાં તથા પૃથ્વી પરનાં સર્વ વાનાંનો ખ્રિસ્તમાં તે સમાવેશ કરે, હા, ખ્રિસ્તમાં”(૧:૧૦) એ ઈશ્વરની યોજના છે. વળી પત્રમાં ઈશ્વરના લોકોને આદેશ આપવામાં આવે છે કે ખ્રિસ્તમાં એકતા પામીને આખી માનવજાત મહાન ઐકયના અનુભવ નીચે આવી જાય એવી ઈશ્વરની યોજનાને ખ્રિસ્તીઓ પોતાનાં આચરણ દ્વારા સફળ બનાવે. પુસ્તકના પ્રથમ ભાગમાં લેખક આ ઐકયના વિષયને વિસ્તારતાં એક પછી એક મુદ્દાઓ રજૂ કરે છે કે, ઈશ્વરપિતાએ પોતાના લોકોને પસંદ કર્યા છે, તેમના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તેઓને પાપની માફી બક્ષી છે, અને તેઓનાં પાપોના સામર્થ્યની પકડમાંથી તેઓને મુકત કર્યા છે. તેમ જ પવિત્ર આત્મા દ્વારા તેમણે કેવી અજાયબ રીતે પોતાનું વરદાન પૂર્ણ કર્યું છે. લેખક બીજા ભાગમાં વાચકોને વિનંતી કરે છે કે તેઓ બધા એવી રીતે જીવન જીવે કે ખ્રિસ્તમાંની તેઓની એકતા મંડળી તરીકેના તેઓના સામૂહિક જીવનમાં વાસ્તવિક અને સાચી બને.
ખ્રિસ્તમાં થયેલા જોડાણ દ્વારા ઉદભવેલી ખ્રિસ્તીઓની એકતા દર્શાવવા પાઉલ ભાષાના જુદા જુદા અલંકારો વાપરે છે. જેમ કે મંડળી તે શરીર છે, અને ખ્રિસ્ત એનું શિર છે, અથવા મંડળી તે એક ચણાતું મકાન છે, અને ખ્રિસ્ત એનો ખૂણાનો પથ્થર [કોણશિલા] છે; અથવા મંડળી તે પત્ની છે, અને ખ્રિસ્ત તેનો પતિ છે. ખ્રિસ્તમાં પ્રગટ કરાતી ઈશ્વરકૃપાના વિચારથી લેખક એટલો બધો પ્રભાવિત બને છે કે વ્યકત કરવાના વિચારોની હારમાળાઓના શિખરોએ તે પહોંચી જાય છે. લેખક પત્રની બધી જ બાબતોને ખ્રિસ્તના પ્રેમ, બલિદાન, ક્ષમા, કૃપા અને શુદ્ધતાના પ્રકાશમાં જુએ છે.
રૂપરેખા :
પ્રસ્તાવના ૧:૧-૨
ખ્રિસ્ત અને મંડળી ૧:૩–૩:૨૧
ખ્રિસ્તમાં નવું જીવન ૪:૧–૬:૨૦
ઉપસંહાર ૬:૨૧-૨૪
Currently Selected:
એફેસીઓને પત્ર પ્રસ્તાવના :: GUJOVBSI
Highlight
Share
Copy
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fen.png&w=128&q=75)
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.