YouVersion Logo
Search Icon

પુનર્નિયમ 25

25
1જો કોઈ માણસોની વચ્ચે તકરાર હોય ને તેઓ દાદ માગવા આવે, ને [ન્યાયધીશો] તેમનો ન્યાય કરે, તો ન્યાયીને ન્યાયી ઠરાવવો, ને દુષ્ટને ગુનેગાર ઠરાવવો. 2અને જો દુષ્ટ માણસ ફટકા યોગ્ય હોય તો એમ થાય કે ન્યાયાધીશ તેને સુવાડીને તેના ગુના પ્રમાણે ગણીને તેને પોતાના જોતાં ફટકા મરાવે. 3#૨ કોરીં. ૧૧:૨૪. ચાળીસ ફટકા સુધી તે તેને મારે, પણ તે ઉપરાંત નહિ, રખેને જો તે તેને આ કરતાં વધારે ફટકા મરાવે, તો તારા ભાઈ તારી દષ્ટિમાં હલકો લેખાય.
4 # ૧ કોરીં. ૯:૯; ૧ તિમ. ૫:૧૮. પારે ફરતા બળદને મોં પર તું શીકી ન બાંધ.
મૃતભાઈ પ્રત્યેની ફરજ
5 # માથ. ૨૨:૨૪; માર્ક ૧૨:૧૯; લૂ. ૨૦:૨૮. કોઈ ભાઈઓ ભેગા રહેતા હોય, ને તેઓમાંનો એક મરી જાય ને તેને દીકરો ન હોય, તો મરનારની પત્ની બહારના કોઈ બીજી જાતિના પુરુષને ન પરણે, તેના પતિનો ભાઈ તેની પાસે જાય, ને તે તેને પરણીને તેની પ્રત્યે પતિના ભાઈની ફરજ બજાવે. 6અને એમ થાય કે જે પહેલા દીકરાને તે જન્મ આપે તે તેના મરહૂમ ભાઈનું નામ ધારણ કરે કે, તેનું નામ ઇઝરાયલમાંથી નષ્ટ ન થાય. 7#રૂથ ૪:૭-૮. અને જો તે માણસ પોતાના ભાઈની પત્નીને લેવા ન ચાહે, તો તેના ભાઈની પત્ની ગામને દરવાજે વડીલોની પાસે જાય ને કહે કે, ‘મારા પતિનો ભાઈ ઇઝરાયલમાં તેના ભાઈનું નામ કાયમ રાખવા ના કહે છે, તે મારી પ્રત્યે પતિના ભાઈની ફરજ બજાવવા ઇચ્છતો નથી.’ 8ત્યારે તેના નગરના વડીલો તેને બોલાવીને તેની સાથે વાત કરે. પછી જો તે ઊભો રહીને કહે કે ‘હું તેને લેવા ચાહતો નથી’. 9તો તેના ભાઈની પત્ની વડીલોની હજૂરમાં તેની પાસે આવીને તેના પગમાંથી જોડો કાઢીને તેના મુખ પર થૂંકે. અને તે તેને એમ કહે કે, ‘જે કોઈ પોતાના ભાઈનું ઘર ન બાંધે તેની એવી જ વલે થાઓ.’ 10અને ઇઝરાયલમાં તેનું એવું નામ પાડવામાં આવે કે, ‘કઢાએલા જોડાવાળાનું ઘરબાર.’
બીજા કેટલાક નિયમો
11જો કોઈ માણસો એકબીજાની સાથે ઝઘડો કરતા હોય, ને તેઓમાંના એકની પત્ની પોતાના પતિને મારનારના હાથમાંથી છોડવવાને જાય, ને હાથ લાંબો કરીને તેનાં ગુહ્યાંગને પકડે, 12તો તું તેનો હથ કાપી નાખ, તારી આંખ તેના પર દયા ન લાવે.
13 # લે. ૧૯:૩૫-૩૬. તું તારી કોથળીમાં જુદીજુદી જાતનાં વજનિયાં, એટલે એક મોટું ને એક નાનું, ન રાખ. 14તું તારા ઘરમાં અનેક જાતનાં માપ એટલે એક મોટું ને એક નાનું, ન રાખ. 15પૂરેપૂરું તથા અદલ વજનિયું તું રાખ. પૂરેપૂરું તથા અદલ માપ પણ તું રાખ; એ માટે કે જે દેશ યહોવા તારા ઈશ્વર તને આપે છે તેમાં તારું આયુષ્ય દીર્ધ થાય. 16કેમ કે જેઓ એવાં કામ કરે છે, એટલે જેઓ અન્યાય કરે છે, તે સર્વ યહોવા તારા ઈશ્વરને અમંગળ લાગે છે.
અમાલેકીઓનો સંપૂર્ણ સંહાર કરવા વિષે
17 # નિ. ૧૭:૮-૧૪; ૧ રા. ૧૫:૨-૯. મિસરમાંથી નીકળી આવતાં તને માર્ગમાં અમાલેકે જે કર્યું તે તું યાદ કર; 18તું બેહોશ તથા થાકેલો હતો ત્યારે તે માર્ગમાં તને મળ્યો ને તારા પાછળના ભાગને, એટલે તારિ પાછળ રહેલા જે અબળ તે સર્વને તેણે માર્યા. અને પરમેશ્વરથી પણ તે બીધો નહિ. 19માટે જ્યારે યહોવા તારા ઈશ્વર જે દેશ તને તારો વારસો તથા વતન કરી લેવા આપે છે, તેમાં તારી આસપાસના તારા સર્વ શત્રુઓથી તે તને આરામ આપે, ત્યારે એમ થાય કે તું આકાશ નીચેથી અમાલેકનું નામ ભૂંસી નાખ. તું ભૂલીશ નહિ.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in