YouVersion Logo
Search Icon

આમોસ 6

6
ઇઝરાયલનો વિનાશ
1હે સિયોનમાં એશારામમાં રહેનારા તથા સમરુનના પર્વતોમાં નિર્ભયપણે રહેનારા મુખ્ય પ્રજાઓના પ્રખ્યાત માણસો, જેઓની પાસે ઇઝરાયલ લોક આવે છે, તે તમને અફસોસ! 2કાલ્નેમાં ચાલ્યા જઈને જુઓ. ત્યાંથી મોટા હમાથમાં જાઓ. પછી આગળ વધીને પલિસ્તીઓના ગાથમાં જાઓ. શું તેઓ આ રાજ્યાના કરતાં સારાં છે? અથવા શું તેમનો વિસ્તાર તમારા કરતાં વિશાળ છે? 3તમે માઠા દિવસને દૂર રાખવા માગો છો, ને જોરજુલમ કરવાને આતુર છો. 4તમે હાથીદાંતના પલંગો પર સૂઓ છો, ને પોતાનાં બિછાનામાં લાંબા થઈને આળોટો છો, અને ટોળામાંથી હલવાનો, ને કોડમાંથી વાછરડાને લાવી ખાઓ છો. 5તમે સારંગીના સૂર સાથે નકામાં ગીતો ગાઓ છો. તમે પોતાને માટે દાઉદની જેમ નવાં નવાં વાજિંત્રો બનાવો છો. 6તમે પ્યાલામાંથી દ્રાક્ષારસ પીઓ છો. ને સારાં સારાં અત્તરો પોતાને અંગે લગાડો છો; પણ યૂસફની વિપત્તિથી દુ:ખી થતા નથી.
7એથી જેઓ ગુલામગીરીમાં જશે તેમને મોખરે તમે ગુલામગીરીમાં જશો; ને જેઓ લાંબા થઈને સૂઈ રહેતા તેઓની ખુશાલીનો લોપ થશે. 8સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે કે, પ્રભુ યહોવાએ પોતાના સોગન ખાધા છે. “હું યાકૂબના ગર્વથી કંટાળું છું, ને તેના મહેલોને ધિક્કારું છું. એ માટે નગરને તથા તેની અંદર જે કંઈ છે તે સર્વને હું પારકાને સ્વાધીન કરી દઈશ. 9જો એક ઘરમાં દશ માણસો રહ્યા હશે તો તેઓ પણ માર્યા જશે. 10વળી જ્યારે કોઈ માણસનો સગો, એટલે તેને અગ્નિદાહ દેનાર, તેનાં હાડકાંને ઘરમાંથી બહાર લઈ જવાને તે ની લાસને ઊંચકી લેશે, ને ઘરમાં સૌથી અંદરના ભાગમાંના માણસને પૂછશે, ‘હજી બીજો કોઈ તારી સાથે છે?’ અને તે કહેશે, ‘ના;’ ત્યારે પેલો કહેશે, ‘ચૂપ રહે; કેમ કે આપણે યહોવાનું નામ ઉચ્ચારવા લાયક નથી.’” 11કેમ કે, જુઓ, યહોવા આજ્ઞા કરે છે, ને તેથી મોટા ઘરમાં ગાબડાં પડશે, ને નાના ઘરમાં ફાંટો પડશે.
12શું ઘોડા ખડક પર દોડી શકશે? શું કોઈ ત્યાં બળદોથી ખેડશે? કેમ કે તમે ઇનસાફને ઝેરરૂપ, ને નેકીના ફળને કડવાશરૂપ કરી નાખ્યાં છે. 13વળી, “શું અમારા પોતાના પરાક્રમથી અમે શિંગો ધારણ કર્યા નથી?” એમ કહીને તમે વ્યર્થ વાતોમાં આનંદ માનો છો. 14કેમ કે, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, “હે ઇઝરાયલના વંશજો, જુઓ, હું તમારી વિરુદ્ધ એક પ્રજા ઊભી કરીશ; અન તેઓ, હમાથના નાકાથી તે આરાબાની ખાડી સુધી, તમારા પર વિપત્તિ લાવશે.”

Currently Selected:

આમોસ 6: GUJOVBSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in