ઈયા ખાતુર ઇસુહુ પોતા ચેલાહાને આખ્યો, “તુમુહુ નાહા જાંઅતા કા પોંગા માલિક કેહેડીવેલ ફાચો આવી, ઈયા ખાતુર તુમનેહે રાખવાલી કેરા પોળી, કાહાકા તોઅ વાતીવેલે કા, આર્દી રાતીલે કા, કુકડા વાંહુલુ સમયુલે કા વેગી વેલ્યા સમયુલે આવી સેકેહે. જો તોઅ ખબર આપ્યા વગર અચાનક આવી જાય, તાંહા તીયાલે ઇ નાય ખબર વેરા જોજે કા, તુમુહુ હુવી રીયાહા. આને જો આંય તુમનેહે આખુહુ, તોંજ આંય બાદાહાને આખુહુ કા, માંઅ આગમનુ ખાતુર તીયાર રેજા.”