જોવે ઈસુ તાંઅના યોક શેહેરામાય આતો, એને યોક કોડવાળા માઅહું યેના એને તો ઈસુવાલ એઇન ડોંગો પોડીન પાગે પોડયો, એને માગણી કોઅયી કા “ઓ પ્રભુ આંય જાંઅતાહાંવ કા તું તો ઇચ્છાકોય તું માન ચોખ્ખો કોઇ હોકતોહો.” ઈસુવે આથ લાંબો કોઅયો, એને ચ્યાલ આથ લાવીન ચ્યે આખ્યાં, “મા ઇચ્છા હેય કા, તું ચોખ્ખો ઓઅઇ જો” એને તારાતુજ તો ચોખ્ખો ઓઅઇ ગીયો.