તોવે સૈતાન ચ્યાલ લેય ગીયો એને યોક ગેડીમાય ચ્યાલ દુનિયામાયને બોદે રાજ્યે દેખાડયે. એને સૈતાનાય ઈસુલ આખ્યાં, “આંય ઓ બોદો ઓદિકાર એને ઈ બોદી સુંદરતા તુલ દિહી, કાહાકા ઈ બોદા માન હોપલા હેય, એને જ્યાલ દાં માગુ ચ્યાલ દેય હોકહુ. યાહાટી, જો તું મા પાગે પોડીન ભક્તિ કોઅહે તે ઈ બોદાંજ તોજ ઓઅઇ જાય.” ઈસુવે જાવાબ દેનો કા, “પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય: તું પ્રભુ આપહે પોરમેહેરા પાગે પોડ એને કેવળ ચ્યાજ સેવા કોઓ.”