તમં મનું એંવું કુંણ હે ઝી એક મુંટું ઘેર બણાવા સાહે હે, અનેં પેલ બેંહેંનેં હેંના ખરસા નો હિસાબ નેં કરે, કે ઘેર પૂરુ કરવા હારુ હેંનેં કનેં પૂરા પઇસા હે કે નહેં? ખેંતુંક એંવું નેં થાએં કે ઝર પાજ્યો પૂરી લે, પુંણ પૂરુ ઘેર નેં બણાવેં સકે, તર ભાળવા વાળં બદ્દ મનખં એંમ કેં નેં હેંનો ઠઠ્ઠો કરહે, કે “આ માણસ ઘેર બણાવા તે મંડ્યો, પુંણ હેંનેં પૂરુ નેં કરેં સક્યો”