હું હુકમ કરું છું કે, મારા આખા રાજ્યના લોકોએ દાનિયેલના ઈશ્વરની આગળ કાંપવું તથા બીવું.
કેમ કે તે જીવતા તથા સદાકાળ જીવંત ઈશ્વર છે.
તેમના રાજ્યનો નાશ થશે નહિ;
તેમની સત્તાનો અંત આવતો નથી.
તે આપણને સંભાળે છે અને મુક્ત કરે છે,
તે આકાશમાં અને પૃથ્વી પર,
ચિહ્નો તથા ચમત્કારો કરે છે;
તેમણે દાનિયેલને સિંહોના પંજામાંથી ઉગાર્યો છે.”