1
સંદર્શન 3:20
પવિત્ર બાઇબલ C.L.
હું બારણાં આગળ ઊભો છું અને ખટખટાવું છું. જો કોઈ મારો અવાજ સાંભળીને બારણું ઉઘાડશે તો હું તેના ઘરમાં આવીશ અને તેની સાથે જમીશ અને તે મારી સાથે જમશે.
Compare
Explore સંદર્શન 3:20
2
સંદર્શન 3:15-16
‘તારાં કાર્ય હું જાણું છું. તું નથી ગરમ કે નથી ઠંડો. તું ગરમ કે ઠંડો હોત તો કેવું સારું! પણ તું હૂંફાળો છે; તું નથી ગરમ કે નથી ઠંડો, તે માટે હું તને થૂંકી નાખીશ!
Explore સંદર્શન 3:15-16
3
સંદર્શન 3:19
જેમના પર હું પ્રેમ રાખું છું તે બધાને હું ઠપકો આપું છું અને શિક્ષા કરું છું. તેથી ઉત્સાહી થા અને તારાં પાપથી પાછો ફર.
Explore સંદર્શન 3:19
4
સંદર્શન 3:8
“તારાં કાર્ય હું જાણું છું, વળી, તારામાં થોડી શક્તિ હોવા છતાં તું મારા ઉપદેશને અનુસર્યો છે અને મને વફાદાર રહ્યો છે. તારી સમક્ષ મેં દ્વાર ખુલ્લું મૂકાયું છે જેને કોઈ બંધ કરી શકે તેમ નથી.
Explore સંદર્શન 3:8
5
સંદર્શન 3:21
હું વિજયવંત થઈને મારા પિતા સાથે તેમના રાજ્યાસન પર બિરાજ્યો છું તે જ પ્રમાણે જે વિજય પ્રાપ્ત કરશે તેને હું મારી સાથે રાજ્યાસન પર બિરાજવાનો અધિકાર આપીશ.
Explore સંદર્શન 3:21
6
સંદર્શન 3:17
તું કહે છે, “હું ધનવાન છું; મેં સમૃદ્ધિ પ્રાપ્ત કરી છે અને મને કશાની ખોટ નથી.” પરંતુ તું કેટલો દુ:ખી અને દયાપાત્ર છે તેની તને ખબર નથી! તું તો ગરીબ, નગ્ન અને અંધ છે.
Explore સંદર્શન 3:17
7
સંદર્શન 3:10
ધીરજપૂર્વક સહન કરવાની મારી આજ્ઞાનું તેં પાલન કર્યું છે તેથી લોકોની ક્સોટી કરવા આખી દુનિયા પર આવી પડનાર વિપત્તિમાં હું તને સંભાળી રાખીશ.
Explore સંદર્શન 3:10
8
સંદર્શન 3:11
હું તરત જ આવું છું. વિજયના તારા ઇનામને કોઈ ઝૂંટવી ન લે તે માટે તારી પાસે જે છે તેને વળગી રહે.
Explore સંદર્શન 3:11
9
સંદર્શન 3:2
માટે જાગૃત થા અને તારી પાસે રહ્યુંસહ્યું જે કંઈ છે તે પૂરેપૂરું મરી પરવારે તે પહેલાં તેને ચેતનવંતુ કર. કારણ, મેં તારાં કાર્ય મારા ઈશ્વરની દૃષ્ટિમાં પૂર્ણ થયેલાં જોયાં નથી.
Explore સંદર્શન 3:2
Home
Bible
Plans
Videos