1
માર્ક 5:34
પવિત્ર બાઇબલ C.L.
ઈસુએ તેને કહ્યું, “મારી દીકરી, તારા વિશ્વાસને લીધે તું સાજી થઈ છે. શાંતિથી જા; તારું દર્દ તારાથી દૂર રહો.”
Compare
Explore માર્ક 5:34
2
માર્ક 5:25-26
એક સ્ત્રી હતી. તેને બાર વર્ષથી રક્તસ્રાવનો રોગ થયો હતો, અને તે તેનાથી ભયંકર રીતે પીડાતી હતી. જોકે ઘણા વૈદોએ તેની સારવાર કરી હતી અને તેણે પોતાના બધા પૈસા ખર્ચી નાખ્યા હતા; પણ સારું થવાને બદલે તેની હાલત વધારે અને વધારે બગડતી જતી હતી.
Explore માર્ક 5:25-26
3
માર્ક 5:29
તેણે તેમના ઝભ્ભાને સ્પર્શ કર્યો અને તરત જ તેનો રક્તસ્રાવ અટકી ગયો. તેને પોતાને પણ લાગ્યું કે તેના શરીરમાંનું દર્દ મટી ગયું છે.
Explore માર્ક 5:29
4
માર્ક 5:41
ઈસુએ તેનો હાથ પકડીને તેને કહ્યું, “તલીથા કૂમ,” જેનો અર્થ થાય છે, “છોકરી, હું તને કહું છું: ઊઠ!”
Explore માર્ક 5:41
5
માર્ક 5:35-36
ઈસુ હજુ બોલતા હતા એવામાં જ ભજનસ્થાનના અધિકારીને ઘેરથી કેટલાક માણસોએ આવીને કહ્યું, “તમારી દીકરી મરણ પામી છે. હવે ગુરુજીને વધારે તકલીફ શા માટે આપો છો?” ઈસુએ તેમની વાત પર કંઈ ધ્યાન આપ્યું નહિ, પણ ભજનસ્થાનના અધિકારીને કહ્યું, “ગભરાઈશ નહિ, ફક્ત વિશ્વાસ રાખ.”
Explore માર્ક 5:35-36
6
માર્ક 5:8-9
તેણે આમ કહ્યું, કારણ, ઈસુએ તેને કહ્યું હતું, “હે અશુદ્ધ આત્મા, આ માણસમાંથી બહાર નીકળ!” ઈસુએ તેને પૂછયું, “તારું નામ શું છે?” માણસે જવાબ આપ્યો, “મારું નામ સેના છે; કારણ, અમે ઘણા છીએ!”
Explore માર્ક 5:8-9
Home
Bible
Plans
Videos