1
માથ્થી 7:7
પવિત્ર બાઇબલ C.L.
માગો તો તમને મળશે, શોધો તો તમને જડશે અને ખટખટાવો તો તમારે માટે ઉઘાડવામાં આવશે.
Compare
Explore માથ્થી 7:7
2
માથ્થી 7:8
કારણ, જે કોઈ માગે છે તેને મળે છે, શોધે છે તેને જડે છે અને ખટખટાવે છે તેને માટે ઉઘાડવામાં આવશે.
Explore માથ્થી 7:8
3
માથ્થી 7:24
જે કોઈ મારા આ શબ્દો સાંભળીને તેને પાળે છે તેને એક શાણો માણસ, જેણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું તેની સાથે હું સરખાવીશ.
Explore માથ્થી 7:24
4
માથ્થી 7:12
બીજાઓ પાસે જેવા વર્તાવની તમે અપેક્ષા રાખો છો, તેવો વર્તાવ તમે કરો. મોશેના નિયમશાસ્ત્ર અને સંદેશવાહકોના શિક્ષણનો સાર આ જ છે.
Explore માથ્થી 7:12
5
માથ્થી 7:14
જીવનમાં લઈ જનાર પ્રવેશદ્વાર સાંકડું અને માર્ગ મુશ્કેલ છે અને બહુ જ થોડા તેને શોધી શકે છે.
Explore માથ્થી 7:14
6
માથ્થી 7:13
સાંકડા પ્રવેશદ્વારની મારફતે પ્રવેશ કરો. કારણ, વિનાશમાં લઈ જનાર પ્રવેશદ્વાર પહોળું અને માર્ગ સરળ છે અને તેના પર મુસાફરી કરનારા ઘણા છે.
Explore માથ્થી 7:13
7
માથ્થી 7:11
આમ, દુષ્ટ હોવા છતાં તમે તમારાં બાળકોને સારી વસ્તુઓ આપી જાણો છો, તોપછી તમારા આકાશમાંના ઈશ્વરપિતા જેઓ તેમની પાસે માગણી કરે છે તેમને તેથી વધારે સારી બાબતો નહીં આપે?
Explore માથ્થી 7:11
8
માથ્થી 7:1-2
બીજાઓનો ન્યાય ન કરો, જેથી ઈશ્વર પણ તમારો ન્યાય ન કરે. જે રીતે તમે બીજાઓનો ન્યાય કરશો તે જ રીતે ઈશ્વર પણ તમારો ન્યાય કરશે, અને જે ધારાધોરણો તમે બીજાઓને માટે વાપરો છો તે જ તેઓ તમારે માટે વાપરશે.
Explore માથ્થી 7:1-2
9
માથ્થી 7:26
પણ જે કોઈ મારા આ શબ્દો સાંભળીને તેને પાળતો નથી તેને એક મૂર્ખ માણસ, જેણે પોતાનું ઘર રેતી પર બાંધ્યું તેની સાથે હું સરખાવીશ.
Explore માથ્થી 7:26
10
માથ્થી 7:3-4
તું તારા ભાઈની આંખમાં તણખલું જુએ છે અને તારી પોતાની જ આંખમાં પડેલો લાકડાનો ભારટિયો કેમ જોતો નથી? તારી પોતાની જ આંખમાં લાકડાનો ભારટિયો હોવા છતાં તું તારા ભાઈને એમ કહેવાની હિંમત કેમ કરે છે કે, ’મને તારી આંખમાંથી તણખલું કાઢવા દે!’
Explore માથ્થી 7:3-4
11
માથ્થી 7:15-16
જુઠ્ઠા સંદેશવાહકોથી સાવધ રહો. બહારથી તો તેઓ ઘેટા જેવો દેખાવ કરીને આવે છે, પણ અંદરથી તેઓ ફાડી ખાનાર વરૂના જેવા હોય છે. તેમના વર્તનરૂપી ફળ પરથી તમે તેમને ઓળખી શકશો. કાંટાના વૃક્ષને દ્રાક્ષ લાગતી નથી, અને થોર પર અંજીર પાક્તાં નથી.
Explore માથ્થી 7:15-16
12
માથ્થી 7:17
સારા ગુણ ધરાવતું વૃક્ષ સારું ફળ આપે છે, પણ ખરાબ ગુણ ધરાવતું વૃક્ષ ખરાબ ફળ આપે છે.
Explore માથ્થી 7:17
13
માથ્થી 7:18
જે સારું વૃક્ષ છે તે ખરાબ ફળ આપી શકે નહિ અને ખરાબ વૃક્ષ સારું ફળ આપી શકે નહિ.
Explore માથ્થી 7:18
14
માથ્થી 7:19
જે કોઈ વૃક્ષ સારું ફળ આપી શકતું નથી તેને કાપી નાખવામાં આવે છે, અને અગ્નિમાં બાળી નાખવામાં આવે છે.
Explore માથ્થી 7:19
Home
Bible
Plans
Videos