1
માથ્થી 13:23
પવિત્ર બાઇબલ C.L.
સારી જમીનમાં વાવવામાં આવેલાં બી એવા લોક છે કે જેઓ સંદેશો સાંભળે છે, તેને સમજે છે અને તેમને ફળ આવે છે; કેટલાકને સોગણાં, કેટલાકને સાઠગણાં અને કેટલાકને ત્રીસગણાં.
Compare
Explore માથ્થી 13:23
2
માથ્થી 13:22
કાંટાઝાંખરાં મધ્યે પડેલાં બી એવા લોકો છે કે જેઓ સંદેશો સાંભળે છે, પણ આ દુનિયાની ચિંતાઓ અને ધન પ્રત્યેનો લોભ સંદેશાને દાબી દે છે અને તેમને ફળ આવતાં નથી.
Explore માથ્થી 13:22
3
માથ્થી 13:19
ઈશ્વરના રાજનો સંદેશો સાંભળીને તેને જેઓ સમજી શક્તા નથી તેઓ માર્ગની બાજુમાં પડેલાં બી જેવા છે. શેતાન આવે છે અને જે વાવવામાં આવેલું છે તે છીનવીને લઈ જાય છે.
Explore માથ્થી 13:19
4
માથ્થી 13:20-21
ખડકાળ જમીનમાં પડેલાં બી એવા લોકો છે કે જેઓ સંદેશો સાંભળતાં આનંદથી સ્વીકારી લે છે. પણ તે સંદેશો તેમનામાં ઊંડે સુધી ઊતરતો નથી, અને તેઓ ઝાઝું ટક્તા નથી. સંદેશાને લીધે જ્યારે વિપત્તિ કે સતાવણી આવે છે ત્યારે તેઓ પાછા પડી જાય છે.
Explore માથ્થી 13:20-21
5
માથ્થી 13:44
ઈશ્વરના રાજની સરખામણી આ રીતે કરી શકાય: એક માણસને ખેતરમાં સંતાડેલો ખજાનો મળતાં તે તેને ફરી સંતાડી દે છે, અને એકદમ આનંદમાં આવી જઈને પોતાનું સર્વસ્વ વેચી નાખી તે ખેતર વેચાતું લઈ લે છે.
Explore માથ્થી 13:44
6
માથ્થી 13:8
પણ કેટલાંક બી સારી જમીનમાં પડયાં અને તેમને દાણા આવ્યા; કેટલાકને સોગણા, કેટલાકને સાઠગણા અને કેટલાકને ત્રીસગણા દાણા આવ્યા.
Explore માથ્થી 13:8
7
માથ્થી 13:30
કાપણી આવે ત્યાં સુધી ઘઉં અને જંગલી ઘાસને સાથે સાથે વધવા દો. કાપણી વખતે હું લણનારા નોકરોને કહીશ: સૌપ્રથમ તમે જંગલી ઘાસના છોડને કાપી નાખો અને અગ્નિમાં બાળી નાખવા તેના ભારા બાંધો અને ત્યાર પછી ઘઉંને એકઠા કરી મારા કોઠારમાં ભરો.
Explore માથ્થી 13:30
Home
Bible
Plans
Videos