“હું ફક્ત તેમને માટે જ પ્રાર્થના કરું છું એવું નથી, પરંતુ જેઓ તેમનો સંદેશ સાંભળીને મારામાં વિશ્વાસ મૂકશે, તેમને માટે પણ હું પ્રાર્થના કરું છું, કે તેઓ બધા એક થાય. હે પિતા, જેમ તમે મારામાં વસો છો અને હું તમારામાં, તેમ તેઓ આપણામાં વસે; જેથી દુનિયા માને કે તમે મને મોકલ્યો છે.