1
હિબ્રૂઓને પત્ર 11:1-2
પવિત્ર બાઇબલ C.L.
હવે વિશ્વાસ તો આપણે જે આશા રાખીએ છીએ તેની બાંયધરી તથા હજી નજરે જોયું નથી તેની ખાતરી છે. પૂર્વજો વિશ્વાસ દ્વારા જ ઈશ્વરની પ્રશંસા પામ્યા.
Compare
Explore હિબ્રૂઓને પત્ર 11:1-2
2
હિબ્રૂઓને પત્ર 11:6
કોઈ વ્યક્તિ વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્ન કરી શક્તી નથી. કારણ, જે ઈશ્વર પાસે આવે છે, તેનામાં એવો વિશ્વાસ હોવો જ જોઈએ કે ઈશ્વર છે અને તેમને ખંતથી શોધનારને તે પ્રતિફળ આપે છે.
Explore હિબ્રૂઓને પત્ર 11:6
3
હિબ્રૂઓને પત્ર 11:3
વિશ્વાસ દ્વારા જ આપણે સમજી શકીએ છીએ કે ઈશ્વરના શબ્દ દ્વારા સૃષ્ટિનું સર્જન કરવામાં આવ્યું, જેથી જે અદૃશ્ય છે તેમાંથી દૃશ્યનું સર્જન થયું.
Explore હિબ્રૂઓને પત્ર 11:3
4
હિબ્રૂઓને પત્ર 11:8-9
ઈશ્વરે જ્યારે અબ્રાહામને આમંત્રણ આપ્યું ત્યારે તે વિશ્વાસને કારણે આધીન થયો અને જે દેશ આપવાનું વચન ઈશ્વરે આપ્યું હતું ત્યાં જવા ચાલી નીકળ્યો. પોતે ક્યાં જાય છે તે ન જાણ્યા છતાં તે પોતાના વતનમાંથી નીકળી ગયો. વિશ્વાસને લીધે જ, ઈશ્વરે જે દેશ આપવાનું વચન આપ્યું હતું તેમાં તે પરદેશી તરીકે રહ્યો. ઇસ્હાક અને યાકોબ, જેમને ઈશ્વરે એ જ વચન આપ્યું હતું, તેમની સાથે અબ્રાહામ તંબૂઓમાં રહ્યો.
Explore હિબ્રૂઓને પત્ર 11:8-9
5
હિબ્રૂઓને પત્ર 11:7
વિશ્વાસને લીધે હજી નજરે જોઈ નથી તેવી આવી પડનાર બાબતો અંગે ઈશ્વર તરફથી મળેલી ચેતવણીઓ નૂહે સાંભળી. તે ઈશ્વરને આધીન થયો, અને તેણે એક મોટું વહાણ બનાવ્યું. આથી તેનો તથા તેના કુટુંબનો બચાવ થયો. આ રીતે તેણે દુનિયાને દોષિત ઠરાવી અને વિશ્વાસ દ્વારા જ તે ઈશ્વર સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકૃત ઠર્યો.
Explore હિબ્રૂઓને પત્ર 11:7
6
હિબ્રૂઓને પત્ર 11:5
વિશ્વાસને લીધે હનોખ મૃત્યુ પામ્યો નહિ, પણ એને બદલે, તેને ઈશ્વર પાસે લઈ લેવામાં આવ્યો, અને કોઈ તેને શોધી શકાયું નહિ, કારણ, ઈશ્વરે તેને ઉપર લઈ લીધો હતો. શાસ્ત્ર કહે છે કે ઉપર લઈ લેવાયા પહેલાં હનોખે ઈશ્વરને પ્રસન્ન કર્યા હતા.
Explore હિબ્રૂઓને પત્ર 11:5
7
હિબ્રૂઓને પત્ર 11:4
વિશ્વાસને લીધે જ હાબેલે કાઈન કરતાં ચડિયાતું બલિદાન ઈશ્વરને અર્પણ કર્યું, અને પોતાના વિશ્વાસ દ્વારા જ તેણે ઈશ્વરના ધોરણ પ્રમાણે વર્તનાર તરીકેની પ્રશંસા સંપાદન કરી, કારણ, ઈશ્વરે તેના અર્પણનો સ્વીકાર કર્યો. હાબેલ મૃત્યુ પામ્યો હોવા છતાં વિશ્વાસને કારણે બોલે છે.
Explore હિબ્રૂઓને પત્ર 11:4
8
હિબ્રૂઓને પત્ર 11:11
પોતાની ઉંમર વીતી ગઈ હોવા છતાં સારા પણ વિશ્વાસને લીધે ગર્ભ ધારણ કરવા શક્તિમાન બની; કારણ, ઈશ્વર પોતાનું વચન પૂરું કરશે એવો વિશ્વાસ તેણે રાખ્યો.
Explore હિબ્રૂઓને પત્ર 11:11
9
હિબ્રૂઓને પત્ર 11:10
કારણ, ઈશ્વરે જે શહેરનું આયોજન અને બાંધક્મ કર્યું છે તથા જેના પાયા સાર્વકાલિક છે, તે શહેરની તે અપેક્ષા રાખતો હતો.
Explore હિબ્રૂઓને પત્ર 11:10
10
હિબ્રૂઓને પત્ર 11:24-27
વિશ્વાસને લીધે જ, મોશેએ મોટો થયા પછી ફેરોની પુત્રીનો પુત્ર ગણાવાની ના પાડી. પાપની ક્ષણિક મઝા માણવા કરતાં તેણે ઈશ્વરના લોકો સાથે દુ:ખ સહન કરવાનું પસંદ કર્યું. ઇજિપ્તના સર્વ દ્રવ્યભંડારો કરતાં તેણે ખ્રિસ્તને માટે નિંદા સહન કરવાનું ઉત્તમ ગણ્યું. કારણ, તેની દૃષ્ટિ ભાવિ પ્રતિફળ પર મંડાયેલી હતી. વિશ્વાસને લીધે જ મોશેએ રાજાના ગુસ્સાની બીક રાખ્યા વગર ઇજિપ્તનો ત્યાગ કર્યો. પોતે અદૃશ્ય ઈશ્વરને જોયા હોય, તેમ તે મક્કમ રહ્યો.
Explore હિબ્રૂઓને પત્ર 11:24-27
11
હિબ્રૂઓને પત્ર 11:17
જ્યારે ઈશ્વરે અબ્રાહામની પરીક્ષા કરી ત્યારે અબ્રાહામે વિશ્વાસને લીધે જ પોતાના પુત્ર ઇસ્હાકનું અર્પણ કર્યું. અબ્રાહામને ઈશ્વરે વચન આપ્યું હતું, છતાં પોતાના એકનાએક પુત્રનું બલિદાન અર્પવા તે તૈયાર હતો.
Explore હિબ્રૂઓને પત્ર 11:17
12
હિબ્રૂઓને પત્ર 11:31
વિશ્વાસને લીધે જ ઈશ્વરને આધીન નહિ થનારા લોકો સાથે રાહાબ વેશ્યાનો સંહાર થયો નહિ. કારણ, રાહાબે જાસૂસોને મૈત્રીભર્યો આવકાર આપ્યો હતો.
Explore હિબ્રૂઓને પત્ર 11:31
13
હિબ્રૂઓને પત્ર 11:29
વિશ્વાસને લીધે જ ઇઝરાયલીઓ જાણે કોરી ભૂમિ પર ચાલતા હોય તેમ લાલ સમુદ્ર પસાર કરી શકયા; પરંતુ તેવો પ્રયાસ કરવા જતાં ઇજિપ્તીઓ પાણીમાં ડૂબી ગયા.
Explore હિબ્રૂઓને પત્ર 11:29
14
હિબ્રૂઓને પત્ર 11:30
વિશ્વાસને લીધે જ ઇઝરાયલીઓએ યરીખો શહેરની દીવાલની આજુબાજુ સાત દિવસ સુધી કૂચ કરી, અને તેથી તે દીવાલો તૂટી પડી.
Explore હિબ્રૂઓને પત્ર 11:30
15
હિબ્રૂઓને પત્ર 11:28
વિશ્વાસ દ્વારા જ તેણે પાસ્ખાપર્વની સ્થાપના કરી, તથા ઇઝરાયલીઓના પ્રથમજનિત પુત્રોને મરણનો દૂત મારી ન નાખે તે માટે તેણે દરવાજા પર રક્તનો છંટકાવ કરવાની આજ્ઞા કરી.
Explore હિબ્રૂઓને પત્ર 11:28
16
હિબ્રૂઓને પત્ર 11:22
પોતે મરવાની અણી પર હતો ત્યારે વિશ્વાસ દ્વારા જ યોસેફે “ઇઝરાયલીઓ ઇજિપ્તમાંથી બહાર નીકળી જશે.” તેમ કહ્યું હતું, અને પોતાના મૃતદેહ સંબંધી સૂચનાઓ આપી હતી.
Explore હિબ્રૂઓને પત્ર 11:22
17
હિબ્રૂઓને પત્ર 11:21
વિશ્વાસને લીધે જ યાકોબે મરતી વખતે યોસેફના બંને પુત્રોને આશિષ આપી, અને પલંગના પાયાની મૂઠના ટેકે નમીને ઈશ્વરનું ભજન કર્યું
Explore હિબ્રૂઓને પત્ર 11:21
18
હિબ્રૂઓને પત્ર 11:20
વિશ્વાસ દ્વારા જ ઇસ્હાકે યાકોબ અને એસાવને આશિષ આપી.
Explore હિબ્રૂઓને પત્ર 11:20
YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy
Home
Bible
Plans
Videos