1
ઉત્પત્તિ 35:11-12
પવિત્ર બાઇબલ C.L.
પછી ઈશ્વરે તેને કહ્યું, “હું સર્વસમર્થ ઈશ્વર છું. તું સંતતિવાળો થા અને તારો વંશ વૃદ્ધિ પામો. તારામાંથી પ્રજા અને પ્રજાઓનો સમુદાય ઊતરી આવશે અને તારા વંશમાં રાજાઓ પાકશે. જે દેશ મેં અબ્રાહામને અને ઇસ્હાકને વતન તરીકે આપ્યો હતો તે હું તને અને તારા પછી તારા વંશજોને આપીશ.”
Compare
Explore ઉત્પત્તિ 35:11-12
2
ઉત્પત્તિ 35:3
પછી આપણે અહીંથી નીકળીને બેથેલ જઈએ. મારા સંકટના સમયમાં મારો પોકાર સાંભળનાર અને હું જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં મને સાથ આપનાર ઈશ્વરને માટે હું ત્યાં એક વેદી બાંધીશ.”
Explore ઉત્પત્તિ 35:3
3
ઉત્પત્તિ 35:10
પણ હવે તારું નામ યાકોબ નહિ, પણ ઇઝરાયલ કહેવાશે.” તેમણે તેનું નામ ઇઝરાયલ પાડયું.
Explore ઉત્પત્તિ 35:10
4
ઉત્પત્તિ 35:2
તેથી યાકોબે પોતાના કુટુંબને અને પોતાની સાથેના બધા માણસોને કહ્યું, “તમારી પાસે પારકા દેવોની જે મૂર્તિઓ હોય તેમને ફેંકી દો, પોતાને શુદ્ધ કરો અને તમારાં વસ્ત્ર બદલી નાખો.
Explore ઉત્પત્તિ 35:2
5
ઉત્પત્તિ 35:1
ઈશ્વરે યાકોબને કહ્યું, “ઊઠ, બેથેલ જા અને ત્યાં રહે. તું તારા ભાઈ એસાવ પાસેથી નાસી છૂટયો તે વખતે તને દર્શન આપનાર ઈશ્વરને માટે તું ત્યાં વેદી બનાવ.”
Explore ઉત્પત્તિ 35:1
6
ઉત્પત્તિ 35:18
જીવ જતાં જતાં તેણે તેનું નામ બેનોની (કષ્ટનો પુત્ર) પાડયું અને તે મૃત્યુ પામી, પણ તેના પિતાએ તેનું નામ બિન્યામીન (જમણા હાથનો પુત્ર) પાડયું.
Explore ઉત્પત્તિ 35:18
Home
Bible
Plans
Videos