કેમ કે ધર્મશાસ્ત્ર કહે છે, “એના ઉપર જે કોઈ વિશ્વાસ કરશે તે શરમાશે નહિ.” યહૂદી તથા ગ્રીકમાં કંઈ ભિન્નતા નથી, કેમ કે સર્વનો પ્રભુ એક જ છે, અને જેઓ તેમને વિનંતી કરે છે તેઓ સર્વને માટે તેમની સંપત્તિ છે. કેમ કે જે કોઈ પ્રભુને નામે વિનંતી કરશે તે તારણ પામશે.