1
નીતિવચનો 22:6
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં [ચાલવાનું] તેને શિક્ષણ આપ, એટલે તે વૃદ્ધ થશે ત્યારે તેમાંથી તે ખસશે નહિ.
Compare
Explore નીતિવચનો 22:6
2
નીતિવચનો 22:4
ધન, આબરૂ તથા જીવન એ નમ્રતાનાં અને યહોવાના ભયનાં ફળ છે.
Explore નીતિવચનો 22:4
3
નીતિવચનો 22:1
[ભલું] નામ એ પુષ્કળ ધન કરતાં, અને પ્રેમયુક્ત રહેમનજર સોનારૂપા કરતાં ઇચ્છવાજોગ છે.
Explore નીતિવચનો 22:1
4
નીતિવચનો 22:24
ક્રોધી માણસ સાથે મિત્રતા ન કર; અને તામસી માણસની સોબત ન કર
Explore નીતિવચનો 22:24
5
નીતિવચનો 22:9
ઉદાર દષ્ટિના માણસ પર આશીર્વાદ ઊતરશે; કેમ કે તે પોતાના અન્નમાંથી દરિદ્રીને આપે છે.
Explore નીતિવચનો 22:9
6
નીતિવચનો 22:3
ડાહ્યો માણસ હાનિ [આવતી] જોઈને સંતાઈ જાય છે; પણ મૂર્ખ માણસ આગળ ચાલ્યો જાય છે અને દંડાય છે.
Explore નીતિવચનો 22:3
7
નીતિવચનો 22:7
દ્રવ્યવાન ગરીબ પર સત્તા ચલાવે છે, અને દેણદાર લેણદારનો દાસ છે.
Explore નીતિવચનો 22:7
8
નીતિવચનો 22:2
દ્રવ્યવાન અને દરિદ્રી ભેગા થાય છે; યહોવા એ સર્વના કર્તા છે.
Explore નીતિવચનો 22:2
9
નીતિવચનો 22:22-23
ગરીબને ન લૂંટ, કારણ કે તે ગરીબ છે, અને ભાગળમાં પડી રહેલા દુ:ખીઓ પર જુલમ ન કર; કેમ કે યહોવા તેમનો પક્ષ કરીને લડશે, અને જેઓ તેમનું છીનવી લે છે તેઓના જીવ તે છીનવી લેશે.
Explore નીતિવચનો 22:22-23
Home
Bible
Plans
Videos