અને તેમણે પાંચ રોટલી તથા બે માછલી લઈને આકાશ તરફ જોઈને આશીર્વાદ માગ્યો, ને રોટલીઓ ભાંગીને તેમણે તે પીરસવા માટે પોતાના શિષ્યોને આપી; અને બે માછલી સહુને વહેંચી આપી. અને સહુએ ખાધું, ને તૃપ્ત થયાં. અને તેઓએ ટુકડાની બાર ટોપલી ભરી, ને માછલીઓમાંથી પણ કંઈ વધ્યું.