અને જો તારી જમણી આંખ તને ઠોકર ખવડાવે, તો તેને કાઢી નાખીને તારી પાસેથી ફેંકી દે, કેમ કે તારા અવયવોમાંના એકનો નાશ થાય, ને તારું આખું શરીર નરકમાં ન નંખાય, એ તને ગુણકારક છે. અને જો તારો જમણો હાથ તને ઠોકર ખવડાવે, તો તેને કાપી નાખીને તારી પાસેથી ફેંકી દે, કેમ કે તારા અવયવોમાંના એકનો નાશ થાય, ને તારું આખું શરીર નરકમાં ન નંખાય, એ તને ગુણકારક છે.