કેમ કે જ્યારે જ્યારે હું બોલું છું
ત્યારે ત્યારે બૂમ પાડું છું;
બલાત્કાર તથા લૂંટ, એવી બૂમ પાડું છું;
કેમ કે યહોવાનું વચન
[બોલ્યાને લીધે] આખો દિવસ
મારી નિંદા તથા તિરસ્કાર થય છે.
વળી જો હું એવું કહું કે, તેને વિષે
હું વાત કરીશ નહિ,
ને તેને નામે ફરી બોલીશ નહિ,
તો જાણે મારાં હાડકાંમાં બળતો
અગ્નિ સમાયેલો હોય,
એવી મારા હ્રદયમાં પીડા થાય છે,
અને મૂંગા રહેતાં મને કંટાળો આવે છે;
હું [બોલ્યા વગર] રહી શકતો નથી.