તારો ઉદ્ધાર કરનાર યહોવા,
ઇઝરાયલનો પવિત્ર [ઈશ્વર] એવું
કહે છે, “હું યહોવા તારો ઈશ્વર છું,
ને તારા લાભને અર્થે હું તને શીખવું છું;
જે માર્ગે તારે જવું જોઈએ તે પર
તારો ચલાવનાર હું છું.
જો તેં મારી આજ્ઞાઓ ધ્યાનમાં લીધી
હોત તો કેવું સારું!
ત્યારે તો તારી શાંતિ નદીના જેવી,
ને તારું ન્યાયીપણું સમુદ્રનાં મોજાં
જેવું થાત.