1
હબાકુક 3:17-18
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
જો કે અંજીરીને મોર ન આવે, ને દ્રાક્ષાવેલાઓને દ્રાક્ષા ન લાગે; જૈતૂનની પેદાશ ન થાય, ખેતરોમાં કંઈ અન્ન પાકે નહિ; વાડામાંથી ઘેટાંબકરાં નાશ પામે, ને કોડમાં કંઈ ઢોરઢાંક રહે નહિ: તોપણ હું યહોવામાં હર્ષ પામીશ, હું મારા મોક્ષદાતા ઈશ્વરમાં આનંદ કરીશ.
Compare
Explore હબાકુક 3:17-18
2
હબાકુક 3:19
પ્રભુ યહોવા મારું બળ છે, તે મારા પગને હરણના [પગ] જેવા ચપળ કરે છે, ને મને મારામ ઉચ્ચસ્થાનો પર ચલાવશે. (મુખ્ય ગવૈયાને માટે, તારવાળાં વાજિંત્ર સાથે [ગાવાને].)
Explore હબાકુક 3:19
3
હબાકુક 3:2
હે યહોવા તમારા વિષેનું બ્યાન મેં સાંભળ્યું છે, ને મને ડર લાગે છે; હે યહોવા, આ [ચાલ્યાં જતાં] વર્ષોમાં તમારા કામનું પુનર્જીવન કરો, આ વર્ષોમાં તેને પ્રગટ કરો. કોપમાં પણ દયા સંભારો.
Explore હબાકુક 3:2
Home
Bible
Plans
Videos