આત્માએ ફિલિપને કહ્યું, “તું પાસે જઈને એ રથની સાથે થઈ જા.” ત્યારે ફિલિપ તેની પાસે દોડી ગયો, અને તેને યશાયા પ્રબોધક [નું પુસ્તક] વાંચતો સાંભળીને પૂછ્યું, “તમે જે વાંચો છો તે શું તમે સમજો છો?”
ત્યારે તેણે કહ્યું, કોઈના સમજાવ્યા સિવાય હું કેમ કરીને સમજી શકું?” તેણે ફિલિપને વિનંતી કરી, “ઉપર ચઢીને મારી પાસે બેસો.”