તેઓની સાથે આઠ દિવસથી વધારે ન રહેતાં તે કાઈસારિયા ગયો, અને બીજે દિવસે ન્યાયાસન પર બેસીને તેણે પાઉલને પોતાની રૂબરૂ લાવવાની આજ્ઞા કરી. તે હાજર થયો ત્યારે યરુશાલેમથી આવેલા યહૂદીઓ તેની આસપાસ ઊભા રહીને તેના પર સંખ્યાબંધ ભારે તહોમત મૂકવા લાગ્યા, પણ તેઓ તે સાબિત કરી શકયા નહિ.