1
પિતરનો પહેલો પત્ર 1:3-4
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર તથા પિતાને ધન્યવાદ હો. તેમણે પોતે ઘણી દયા રાખીને મૂએલાંમાંથી ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન કરીને સજીવન આશાને માટે, અવિનાશી, નિર્મળ તથા કરમાઈ ન જનારા વતનને માટે આપણને નવો જન્મ આપ્યો છે, તે વતન તમારે માટે આકાશમાં રાખી મૂકેલું છે
Compare
Explore પિતરનો પહેલો પત્ર 1:3-4
2
પિતરનો પહેલો પત્ર 1:6-7
એમાં તમે બહુ આનંદ કરો છો, જોકે હમણાં થોડી જ વાર સુધી અગત્યના કારણથી જુદા જુદા પ્રકારનાં પરીક્ષણ થયાથી તમે દુ:ખી થયા છો, જેથી તમારા વિશ્વાસની પરીક્ષા જે અગ્નિથી પરખાયેલા નાશવંત સોના કરતાં બહુ મૂલ્યવાન છે તે ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાને સમયે સ્તુતિ, માન તથા મહિમા યોગ્ય થાય
Explore પિતરનો પહેલો પત્ર 1:6-7
3
પિતરનો પહેલો પત્ર 1:15-16
પણ જેમણે તમને તેડયા છે, તે જેવા પવિત્ર છે તેવા તમે પણ સર્વ પ્રકારનાં આચરણમાં પવિત્ર થાઓ. કેમ કે લખેલું છે, “હું પવિત્ર છું, માટે તમે પવિત્ર થાઓ.”
Explore પિતરનો પહેલો પત્ર 1:15-16
4
પિતરનો પહેલો પત્ર 1:14
આજ્ઞાંકિત છોકરાં જેવા થાઓ, અને તમારી પૂર્વની અજ્ઞાન અવસ્થામાં રાખેલી દુર્વાસનાની રૂએ ન વર્તો
Explore પિતરનો પહેલો પત્ર 1:14
5
પિતરનો પહેલો પત્ર 1:13
એ માટે તમે પોતાના મનની કમર બાંધીને સાવધ રહો, અને ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાને સમયે તમારા પર જે કૃપા થશે તેની પૂર્ણ આશા રાખો.
Explore પિતરનો પહેલો પત્ર 1:13
6
પિતરનો પહેલો પત્ર 1:24-25
કેમ કે, “સર્વ પ્રાણી ઘાસના સરખાં છે, અને તેઓનું તમામ ગૌરવ ઘાસના ફૂલ સરખું છે. ઘાસ સુકાઈ જાય છે, ને તેનું ફૂલ ખરી પડે છે, પણ પ્રભુનું વચન સદાકાળ રહે છે”. અને જે સુવાર્તાનું વચન તમને પ્રગટ કરવામાં આવ્યું તે એ જ છે.
Explore પિતરનો પહેલો પત્ર 1:24-25
Home
Bible
Plans
Videos