ઉત્પત્તિ 27
27
ઇસહાક યાકૂબને આશીર્વાદ આપે છે
1અને એમ થયું કે ઇસહાક વૃધ્ધ થયો, ને તેની આંખનું તેજ એટલું બધું ફાટી ગયું કે તે દેખી શકતો ન હતો, ત્યારે તેણે પોતાના મોટા દિકરા એસાવને બોલાવીને કહ્યું, “મારા દિકરા એસાવને બોલાવીને કહ્યું, “મારા દિકરા;” અને તેણે કહ્યું; હું આ રહ્યો.” 2અને તેણે કહ્યું, “જો હવે હું વૃધ્ધ થયો છું, મારો મરવાનો દિવસ હું નથી જાણતો. 3માટે હવે તું તારાં હથિયાર, એટલે તારો ભાથો તથા ધનુષ્ય લઈને જંગલમાં જા, ને મારે માટે શિકાર મારી લાવ. 4અને મને ભાવે છે તેવું સ્વાદિષ્ટ ખાવાનું તું મારે માટે તૈયાર કર, ને મારી પાસે લાવ કે, હું ખાઉં, અને મરવા અગાઉ મારો જીવ તને આશીર્વાદ આપે.”
5અને ઇસહાક તેના દિકરા એસાવની સાથે બોલતો હતો, ત્યારે રિબકાએ સાંભળ્યું. અને એસાવ શિકાર મારી લાવવા માટે જંગલમાં ગયો. 6અને રિબકાએ પોતાના દિકરા યાકૂબને કહ્યું, “જો, તારા ભાઈ એસાવની સાથે તારા પિતાને એમ બોલતાં સાંભળ્યા કે, 7‘તું શિકાર કરી લાવીને મારે માટે સ્વાદિષ્ટ ખાવાનું તૈયાર કર કે, હું ખાઉં, ને મરવા અગાઉ યહોવાની આગળ હું તને આશીર્વાદ આપું.’ 8હવે, મારા દિકરા, તને હું આજ્ઞા આપું, તે પ્રમાણે મારું કહ્યું કર. 9હવે તું ટોળામાં જા, ને તેમાંથી બકરીનાં બે સારાં લવારાં મારી પાસે લાવ; અને તેઓનું તારા પિતાને ભાવે છે તેવું સ્વાદિષ્ટ ખાવાનું હું તેમને માટે તૈયાર કરીશ; 10અને તે તારા પિતાની આગળ મૂકજે કે, તે ખાઈને પોતાના મરણ અગાઉ તને આશીર્વાદ આપે.” 11અને યાકૂબે પોતાની મા રિબકાને કહ્યું, “જો, મારો ભાઈ એસાવ કેશી માણસ છે, ને હું તો સુંવાળો માણસ છું. 12કદાચ મારા પિતા મારા પર હાથ ફેરવે ને હું તેમને ઠગનારાના સરખો દેખાઉં. અને હું આશીર્વાદ તો નહિ, પણ શાપ મારે માથે લાવું.” 13અને તેની માએ તેને કહ્યું, “મારા દિકરા, તે શાપ મારા પર આવો. માત્ર મારું કહેવું માન, ને જઈને મારે માટે તેઓને લાવ.” 14અને તેણે જ ઈને તે લીધાં, ને તેની માની પાસે લાવ્યો; અને તેના પિતાને ભાવતું હતું એવું સ્વાદિષ્ટ ખાવાનું તેની માએ તૈયાર કર્યું. 15અને રિબકાએ તેના જ્યેષ્ઠ દિકરા એસાવનાં સારાં સારાં કપડાં જે તેની પાસે ઘરમાં હતાં તે લઈને તેના નાના દિકરા યાકૂબને પહેરાવ્યા; 16અને તેના હાથ પર તથા તેના ગળાના કેશરહિત ભાગ પર તેણે બકરીનાં લવારાંનાં ચામડાં બાંધ્યાં. 17અને સ્વાદિષ્ટ ખાવાનું તથા રોટલી જે તેણે તૈયાર કર્યા હતાં તે તેના દિકરા યાકૂબના હાથમાં આપ્યાં.
18અને યાકૂબે પોતાના પિતા પાસે જ ઈને કહ્યું, “મારા પિતા” તેણે કહ્યું, “જો” હું આ રહ્યો; મારા દિકરા, તું કોણ છે?” 19અને યાકૂબે પોતાના પિતાને કહ્યું, “હું એસાવ તમારો જ્યેષ્ઠ દિકરો છું; જેમ તમે મને કહ્યું હતું, તેમ મેં કર્યું છે; હું વિનંતી કરું છું કે બેઠા થઈને મારો શિકાર ખાઓ કે, તમારો જીવ મને આશીર્વાદ આપે.” 20અને ઇસહાકે પોતાના દિકરાને કહ્યું, “મારા દિકરા, આટલામાં તને કેવી રીતે મળ્યું?” અને તેણે કહ્યું, “યહોવા તમારા ઈશ્વરે મને લાવી આપ્યું.” 21અને ઇસહાકે યાકૂબને કહ્યું, “મારા દિકરા, પાસે આવ કે, હું તને અડકી જોઉં કે તું જ મારો દિકરો એસાવ છે કે નહિ.” 22અને યાકૂબ તેના પિતા ઇસહાકની પાસે ગયો. અને તે તેને અડક્યો, ને કહ્યું કે, “સાદ તો યાકૂબનો સાદ છે ખરો; પણ હાથ તો એસાવના હાથ છે.” 23અને તેના હાથ તેના ભાઈ એસાવના સરખા કેશી હતા, માટે તેને તેણે ઓળખ્યો નહિ; અને ઇસહાકે તેને આશીર્વાદ આપ્યો. 24અને તેણે કહ્યું, “શું તું મારો દિકરો એસાવ જ છે?” યાકૂબે કહ્યું, “એ જ.” 25અને ઇસહાકે કહ્યું, “એ મારી પાસે લાવ કે, હું મારા દિકરાનો શિકાર ખાઉં કે, મારો જીવ તને આશીર્વાદ આપે.” અને યાકૂબ તેની પાસે લાવ્યો, ને તેણે ખાધું; અને યાકૂબ તેને માટે દ્રાક્ષારસ લાવ્યો. ને તેણે પીધો. 26અને તેના પિતા ઇસહાકે તેને કહ્યું, “મારા દિકરા, હવે પાસે આવ ને મને ચૂમ.” 27અને તે પાસે આવીને તેને ચૂમ્યો. અને ઇસહાકે તેનાં લૂગડાંની વાસ લીધી, ને તેણે તેને આશીર્વાદ આપ્યો, ને કહ્યું,
#
હિબ. ૧૧:૨૦. જો, યહોવાથી આશીર્વાદ પામેલા ખેતરની વાસ સરખી મારા દિકરાની વાસ છે. 28માટે ઈશ્વર તને આકાશનું ઝાકળ, ને પૃથ્વીની રસાળ જગા, તથા પુષ્કળ ધાન્ય તથા દ્રાક્ષારસ આપો. 29લોકો તારી સેવા કરો, ને દેશજાતિઓ તારી આગળ નમો; તારા ભાઈઓનો ધણી થા, ને તારી માના દિકરા તારી આગળ નમો; #ઉત. ૧૨:૩. જે હરેક તને શાપ આપે તે શાપિત થાય, ને જે તને આશીર્વાદ આપે તે આશીર્વાદ પામે.”
એસાવ ઇસહાકને આશીર્વાદ માટે વિનવે છે
30અને એમ થયું કે જયારે ઇસહાક યાકૂબને આશીર્વાદ આપી રહ્યો, ને યાકૂઅ પોતાના પિતા ઇસહાસની આગળ બહાર ગયો, તે જ સમયે તેનો ભાઈ એસાવ શિકાર કરવા પરથી પાછો આવ્યો. 31અને તે પણ સ્વાદિષ્ટ ખાવાનું તૈયાર કરીને તેના પિતાની પાસે લાવ્યો. અને તેના પિતાને કહ્યું, “મારો પિતા ઊઠો, ને તમારા દિકરાનો શિકાર ખાઓ કે, તમારો જીવ મને આશીર્વાદ આપે.” 32અને તેના પિતા ઇસહાકે તેને કહ્યું, “તું કોણ?” અને તે બોલ્યોમ “હું તમારો જયેષ્ઠ દીકરો એસાવ છું.” 33અને ઇસહાક બહુ થરથર ધ્રૂજ્યો, ને બોલ્યો ‘ત્યારે જે શિકાર મારીને મારી પાસે લાવ્યો હતો તે કોણ? તે સર્વમાંથી તારા આવ્યા અગાઉ મેં ખાધું, ને તેને આશીર્વાદ આપ્યો; અને તે આશીર્વાદિત થશે પણ ખરો.” 34અને એસાવે પોતાના પિતાની વાત સાંભળી, ત્યારે તે બહુ મોટી તથા કારમી બૂમ પાડીને રડયો, ને પોતાના પિતાને કહ્યું, “મારા પિતા, મને, હા, મને પણ આશીર્વાદ આપો.” 35અને ઇસહાકે તેને કહ્યું, “તારા ભાઈએ આવી ને ધૂર્તતાથી તારો આશીર્વાદ લઈ લીધો છે.” 36અને એસાવે તેને કહ્યું, “શું તેનું નામ યાકૂબ ઠીક નથી પાડયું? કેમ કે તેણે બે વાર મને છેતર્યો છે; #ઉત. ૨૫:૨૯-૩૪. તેણે મારું જયેષ્ઠપણું લઈ લીધું; અને હવે, જુઓ, તેણે મારો આશીર્વાદ પણ લઈ લીધો છે.” અને તેણે કહ્યું, “શું તમે મારે માટે કંઈપણ આશીર્વાદ રાખ્યો નથી?”
37અને ઇસહાકે ઉત્તર આપીને એસાવને કહ્યું, “જો, મેં તેને તારો ધણી કર્યો છે, ને તેના સર્વ ભાઈઓ તેના દાસો થવાને માટે મેં તેને આપ્યાં છે; અને પોષણને માટે ધાન્ય તથા દ્રાક્ષારસ મેં તેને આપ્યાં છે. અને હવે, મારા દિકરા, હું તારે માટે શું કરું?” 38અને એસાવે પોતાના પિતાને કહ્યું, “મારા પિતા, શું તમારી પાસે કેવળ એક જ આશીર્વાદ છે? મારા પિતા, મને, હા, મને પણ આશીર્વાદ આપો.” અને #હિબ. ૧૨:૧૭. એસાવ પોક મૂકીને રડયો. 39અને તેના પિતા ઇસહાકે તેને ઉત્તર
આપીને કહ્યું, #હિબ. ૧૧:૨૦. “જો, પૃથ્વીની પુષ્ટિથી
તથા ઉપરના આકાશના ઝાકળથી
તારો વાસો દૂર રહેશે
40અને તું તારી તરવારથી જીવશે, ને તું
તારા ભાઈની સેવા કરશે; પણ એમ
થશે કે, જ્યારે તું છૂટી જશે, #ઉત. ૩૬:૮; ૨ રા. ૮:૨૦.
ત્યારે તું તારી ગરદન પરથી તેની ઝૂસંરી કાઢી નાખશે.”
41અને યાકૂબને તેના પિતાએ આશીર્વાદ આપ્યો હતો તે આશીર્વાદને કારણે એસાવે યાકૂબનો દ્વેષ કર્યો. અને એસાવે મનમાં કહ્યું, “મારા પિતાને માટે શોકના દિવસ પાસે છે; ત્યારે હું મારા ભાઈ યાકૂબને મારી નાંખીશ.” 42અને રિબકાને તેના જયેષ્ઠ દિકરા એસાવનીઇ એ વાત કહેવામાં આવી. અને તેણે પોતાના નાના દિકરા યાકૂબને તેડી મંગાવ્યો, ને તેને કહ્યું, “જો, તારો ભાઈ એસાવ તને મારી નાખવાનું ધારીને તારા વિષે પોતાના મનને શાંત પાડે છે. 43માટે હવે, મારા દિકરા, મારી વાત માન; અને ઊઠીને મારા ભાઇ લાબાનની પાસે હારાનમાં નાસી જા. 44અને તારા ભાઈનો ક્રોધ તારા પરથી ઊતરે નહિ ત્યાં સુધી થોડા દિવસ તેની પાસે રહે; 45તારા ભાઈનો ક્રોધ તારા પરથી ઊતરે, ને તેને તેં જે કર્યું છે તે તે વીસરી જાય, ત્યારે હું તને ત્યાંથી તેડાવીશ; એક જ દિવસે તમ બન્નેથી હું કેમ વિયોગી થાઉં?”
46અને રિબકાએ ઇસહાકને કહ્યું, “હેથની દીકરીઓના કારણથી હું જીવવાથી કંટાળી ગઈ છું:આ હેથની દીકરીઓ જેવી જો યાકૂબ દેશની દીકરીઓમાંથી પત્ની કરે, તો મારે જીવવું શા કામનું?”
Цяпер абрана:
ઉત્પત્તિ 27: GUJOVBSI
Пазнака
Падзяліцца
Капіяваць
Хочаце, каб вашыя адзнакі былі захаваны на ўсіх вашых прыладах? Зарэгіструйцеся або ўвайдзіце
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.