ઉત્પત્તિ 21
21
ઇસહાકનો જન્મ
1અને યહોવાએ જેમ કહ્યું હતું તેમ સારા પર તેમણે કૃપાદષ્ટિ કરી, જેવું યહોવાએ તેને કહ્યું હતું તેવું તેમણે સારાને કર્યું. 2અને #હિબ. ૧૧:૧૧. સારા ગર્ભવતી થઈ, ને તેણે ઇબ્રાહિમને માટે, તેના ઘડપણમાં જેમ ઈશ્વર તેને કહ્યું હતું તેમ ઠરાવેલે સમયે દિકરાને જન્મ આપ્યો. 3અને ઇબ્રાહિમે જે દીકરો સારાને પેટે તેને થયો તેનું નામ ઇસહાક પાડયું. 4અને #ઉત. ૧૭:૧૨; પ્રે.કૃ. ૭:૮. તેનો દીકરો ઇસહાક આઠ દિવસનો થયો ત્યારે ઈશ્વરે તેને આ આપી હતી, તે પ્રમાણે ઇબ્રાહિમે તેની સુન્નત કરી. 5જ્યારે તેનો દીકરો ઇસહાક જન્મ્યો ત્યારે ઇબ્રાહિમ સો વર્ષનો હતો. 6અને સારાએ કહ્યું, “ઈશ્વરે મને હસાવી છે; અને હરેક સાંભળનાર મારી સાથે હસશે.” 7અને તેણે કહ્યું, “ઇબ્રાહિમને કોણ કહેત કે સારા છોકરાને ધવડાવશે? કેમ કે તેના ઘડપણમાં મેં દિકરાને જન્મ આપ્યો છે.”
હાગાર અને ઇશ્માએલને કાઢી મૂક્યાં
8અને તે બાળક મોટો થયો, ને તેને ધાવણ મૂકાવ્યું; અને ઇસહાકે દૂધ છોડયું, તે દિવસે ઇબ્રાહિમે મોટી મિજબાની કરી. 9અને હાગાર મિસરીને પેટે ઇબ્રાહિમને જે દીકરો થયો હતો તેને સારાએ ચેષ્ટા કરતો જોયો. 10તેથી તેણે ઇબ્રાહિમને કહ્યું, #ગલ. ૪:૨૯-૩૦. “આ દાસી તથા તેના દિકરાને કાઢી મૂક; કેમ કે એ દાસીનો દીકરો મારા દિકરા ઇસહાકની સાથે વારસ નહિ થશે.” 11પણ એ વાત ઇબ્રાહિમની દષ્ટિમાં પોતાના દિકરાને લીધે બહુ માઠી લાગી. 12અને ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું, “તારા દિકરા તથા તારી દાસીને લીધે તારે માઠું લગાડવું નહિ; જે સર્વ સારાએ તને કહ્યું છે, તેમાં તેનું સાંભળ; કેમ કે #રોમ. ૯:૭; હિબ. ૧૧:૧૮. ઇસહાકથી તારું સંતાન ગણાશે. 13અને દાસીના દિકરાથી પણ હું એક દેશજાતિ ઉત્પન્ન કરીશ, કેમ કે તે પણ તારું સંતાન છે.” 14અને ઇબ્રાહિમે મોટી સવારે ઊઠીને રોટલી તથા એક છાગળ પાણી લીધું, ને તે હાગારને આપી તેના ખભે મૂક્યું, ને છોકરો પણ તેને સોંપ્યો, ને તેને વિદાય કરી; અને તે નીકળીને બેર-શેબાના અરણ્યમાં ભટકતી ફરી. 15અને છાગળનું પાણી થઈ રહ્યું ત્યારે તેણે છોકરાને એક ઝાડવા નીચે મૂક્યો. 16અને તે એક તીરવા જેટલે અંતરે દૂર જઈને તેની સામે બેઠી; કેમ કે તેણે કહ્યું, “છોકરાનું મરણ હું ન જોઉં.” અને તે તેની સામે બેઠી, ને પોક મૂકીને રડી.
17અને ઈશ્વરે છોકરાનો સાદ સાંભળ્યો; અને ઈશ્વરના દૂતે આકાશમાંથી હાગારને હાંક મારી ને કહ્યું, “હાગાર, તને શું થયું છે? બી મા; કેમ કે જ્યાં છોકરો છે ત્યાંથી ઇશ્વરે તેનો સાદ સાંભળ્યો છે. 18ઊઠ, છોકરાને ઊંચકીને તેને તારા હાથમાં લે; કેમ કે હું તેનાથી એક મોટી કોમ ઉત્પન્ન કરીશ.”
19અને ઈશ્વરે તેની આંખ ઉઘાડી, ને તેણે પાણીનો એક કૂવો જોયો; અને તેણે જઈને મશકમાં પાણી ભર્યું, ને છોકરાને પીવડાવ્યું. 20અને ઈશ્વરે તે છોકરાની સાથે હતા, ને તે મોટો થયો; અને તે અરણ્યમાં રહીને તીરંદાજ થયો. 21અને તે પારાનના અરણ્યમાં રહ્યો; અને તેની માએ તેને માટે મિસર દેશમાંથી એક પત્ની લીધી.
ઇબ્રાહિમ અને અબીમેલેખ વચ્ચે સંધિ
22અને તે સમયે એમ થયું કે, #ઉત. ૨૬:૨૬. અબીમેલેખે ને તેના સેનાપતી ફીકોમે ઇબ્રાહિમને કહ્યું, “જે સર્વ તું કરે છે તેમાં ઈશ્વર તારી સાથે છે; 23એ માટે હવે અહીં મારી આગળ ઈશ્વરના સમ ખા કે, મારી સાથે, ને મારા દિકરાના દિકરા સાથે, તું દગો નહિ કરે; પણ તારા પર મેં દયા કરી છે, તે પ્રમાણે મારા પર અને જ્યાં તું રહે છે તે દેશ પર તું દયા કરશે.” 24અને ઇબ્રાહિમે કહ્યું, “હું સમ ખાઈશ, ” 25પછી અબીમેલેખના દાસોએ પાણીનો એક કૂવો બળાત્કારે લઈ લીધો હતો, તે માટે ઇબ્રાહિમે અબીમેલેખને ઠપકો આપ્યો. 26અને અબીમેલેખે કહ્યું, “એ કામ કોણે કર્યું છે એ હું જાણતો નથી. અને તેં પણ મને જણાવ્યું ન હોતું, ને મેં આજે જ એ સાંભળ્યું છે.” 27અને ઇબ્રાહિમે ઘેટાં તથા ઢોરને લાવીને અબીમેલેખને આપ્યાં; અને તે બન્ને કરાર કર્યો. 28અને ઇબ્રાહિમે ટોળામાંથી સાત ઘેટી કાઢીને એક બાજુએ મૂકી. 29અને અબીમેલેખે ઇબ્રાહિમને કહ્યું, “તેં આ સાત ઘેટી એક બાજુએ મૂકી તે શું?” 30ત્યારે તેણે કહ્યું, “આ સાત ઘેટી મારા હાથથી તું લે કે, આ કૂવો મેં ખોદ્યો છે તેની તેઓ મારે માટે સાક્ષી થાય.” 31એ માટે તે જગાનું નામ તેણે બેર-શેબા [એટલે સમનો કૂવો] પાડયું; કેમ કે ત્યાં તે બન્ને સમ ખાધા. 32એમ તેઓએ બેર-શેબામાં કરાર કર્યો; ત્યારે અબીમેલેખ ને તેનો સેનાપતિ ફીકોલ ઊઠીને પલસ્તીઓના દેશમાં પાછા ગયા. 33અને ઇબ્રાહિમે બેર-શેબામાં એક એશેલ વૃક્ષ રોપ્યું, ને ત્યાં યહોવા સનાતન ઈશ્વરને નામે પ્રાર્થના કરી. 34અને ઇબ્રાહિમ બહુ દિવસ સુધી પલિસ્તીઓના દેશમાં રહ્યો.
Цяпер абрана:
ઉત્પત્તિ 21: GUJOVBSI
Пазнака
Падзяліцца
Капіяваць
Хочаце, каб вашыя адзнакі былі захаваны на ўсіх вашых прыладах? Зарэгіструйцеся або ўвайдзіце
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.