માર્ક 16

16
ઈસુનું સજીવન થઈ ઊઠવું
(માથ. ૨૮:૧-૮; લૂ. ૨૪:૧-૧૨; યોહ. ૨૦:૧-૧૦)
1વિશ્રામવાર વીતી ગયા પછી મગદલાની મરિયમ, યાકૂબની મા મરિયમ તથા શાલોમી, તેઓએ તેમને ચોળવા માટે સુગંધી દ્રવ્યો વેચાતાં લીધાં. 2અઠવાડિયાને પહેલે દિવસે મોટે પરોઢિયે સૂર્ય ઊગતે, તેઓ કબરે આવે છે. 3તેઓ અંદરઅંદર કહેતી હતી, “આપણે માટે કબરના મોં આગળથી પથ્થર કોણ ગબડાવશે?” 4તેઓ નજર કરીને જુએ છે કે, પથ્થર તો ગબડી ગયેલો છે! તે બહુ મોટો હતો. 5તેઓએ કબરમાં પેસીને સફેદ જામો પહેરેલા અને જમણી તરફ બેઠેલા એક જુવાન માણસને જોયો; તેથી તેઓને નવાઈ લાગી. 6પણ તે તેઓને કહે છે, “નવાઈ ન પામો; વધસ્તંભે જડાયેલા ઈસુ નાઝારીને તમે શોધો છો; તે ઊઠ્યા છે; તે અહીં નથી. જુઓ, જે જગાએ તેમને મૂક્યા હતા તે આ છે. 7પણ તમે જાઓ, તેમના શિષ્યોને તથા પિતરને કહો કે, #માથ. ૨૬:૩૨; માર્ક ૪:૨૮. તે તમારી અગાઉ ગાલીલમાં જાય છે; જેમ તેમણે તમને કહ્યું હતું તેમ તમે ત્યાં તેમને જોશો.” 8પછી તેઓ બહાર નીકળીને કબરની પાસેથી દોડી ગઈ; કેમ કે તેઓને ભયથી ધ્રુજારી આવી અને અચંબો લાગ્યો. તેઓએ કોઈને કંઈ કહ્યું નહિ! કેમ કે તેઓ બીધી હતી.
ઈસુનું મગદલાની મરિયમને દર્શન
(માથ. ૨૮:૯-૧૦; યોહ. ૨૦:૧૧-૧૮)
9અઠવાડિયાના પહેલા દિવસને પ્રભાતે તે પાછા ઊઠીને મગદલાની મરિયમ, જેનામાંથી તેમણે સાત દુષ્ટાત્મા કાઢ્યા હતા, તેને તે પહેલા દેખાયા. 10જેઓ તેમની સાથે રહેલા હતા, તેઓ શોક તથા રુદન કરતા હતા, ત્યારે તેણે તેઓની પાસે જઈને ખબર આપી. 11“તે જીવતા છે, ને તેના જોવામાં આવ્યા છે, ” એ સાંભળીને તેઓએ માન્યું નહિ.
બે શિષ્યોને ઈસુનું દર્શન
(લૂ. ૨૪:૧૩-૩૫)
12તે પછી તેઓમાંના બે જણ‍ ચાલતાં ગામડે જતા હતા, એટલામાં તે બીજા રૂપમાં તેઓને દેખાયા. 13તેઓએ જઈને બાકી રહેલાઓને તે ક્હ્યું, પણ તેઓએ તેઓનું માન્યું નહિ.
અગિયાર શિષ્યોને ઈસુનું દર્શન
(માથ. ૨૮:૧૬-૨૦; લૂ. ૨૪:૩૬-૩૯; યોહ. ૨૦:૧૯-૨૩; પ્રે.કૃ. ૧:૬-૮)
14તે પછી અગિયાર [શિષ્યો] જમવા બેઠા હતા, ત્યારે તે તેઓને દેખાયા, તેમણે તેઓના અવિશ્વાસ તથા કઠણ હ્રદયને લીધે તેઓને ઠપકો આપ્યો; કેમ કે તેમના પાછા ઊઠ્યા પછી જેઓએ તેમને જોયા હતા, તેઓનું તેઓએ માન્યું નહોતું. 15#પ્રે.કૃ. ૧:૮. તેમણે તેઓને કહ્યું, “આખા જગતમાં જઈને આખી સૃષ્ટિને સુવાર્તા પ્રગટ કરો. 16જે કોઈ વિશ્વાસ કરે તથા બાપ્તિસ્મા લે, તે તારણ પામશે; પણ જે વિશ્વાસ નહિ કરે, તે અપરાધી ઠરશે. 17વિશ્વાસ કરનારાઓને હાથે આવા ચમત્કારો થશે:મારે નામે તેઓ દુષ્ટાત્માઓ કાઢશે, નવી બોલીઓ બોલશે; 18સર્પોને ઉઠાવી લેશે, અને જો તેઓ કંઈ પ્રાણઘાતક વસ્તુ પીએ, તો તેઓને કંઈ પણ ઈજા થશે નહિ. તેઓ માંદાઓ પર હાથ મૂકશે, એટલે તેઓ સાજા થશે.”
ઈસુનું સ્વર્ગારોહણ
(લૂ. ૨૪:૫૦-૫૩; પ્રે.કૃ. ૧:૯-૧૧)
19પ્રભુ ઈસુ તેઓની સાથે બોલી રહ્યા પછી #લૂ. ૨૪:૫૦-૫૩; પ્રે.કૃ. ૧:૯-૧૧. આકાશમાં લઈ લેવાયા, ને ઈશ્વરને જમણે હાથે બેઠા. 20તેઓએ ત્યાંથી જઈને બધે સ્‍થળે સુવાર્તા પ્રગટ કરી. પ્રભુ તેઓના કામમાં તેઓની સહાય કરતા, ને તેઓને હાથે થયેલા ચમત્કારોથી સુવાર્તા [ની સત્યતા] સાબિત કરતા. આમીન. ?? ?? ?? ?? 1

المحددات الحالية:

માર્ક 16: GUJOVBSI

تمييز النص

شارك

نسخ

None

هل تريد حفظ أبرز أعمالك على جميع أجهزتك؟ قم بالتسجيل أو تسجيل الدخول

فيديو ل માર્ક 16