લૂક 12
12
દંભ સામે ચેતવણી
(માથ. ૧૦:૨૬-૨૭)
1એટલામાં હજારો લોકો એકત્ર થયા, તે એટલે સુધી કે તેઓ એકબીજા પર પડાપડી કરતા હતા, ત્યારે સૌથી પહેલાં તે પોતાના શિષ્યોને કહેવા લાગ્યા, #માથ. ૧૬:૬; માર્ક ૮:૧૫. “ફરોશીઓના ખમીરથી સાવધાન રહો; તે તો ઢોંગ છે. 2પણ #માર્ક ૪:૨૨; લૂ. ૮:૧૭. પ્રગટ નહિ કરાશે એવું કંઈ ઢંકાયેલું નથી; અને જેની જાણ નહિ થાય એવું કંઈ ગુપ્ત નથી. 3માટે જે કંઈ તમે અધિકારમાં કહ્યું છે તે અજવાળામાં સંભળાશે; અને ઓરડીમાં જે કંઈ તમે કાનમાં કહ્યું હશે તે ધાબા પર પ્રગટ કરાશે.
કોનાથી બીવું?
(માથ. ૧૦:૨૮-૪૧)
4મારા મિત્રો, હું તમને કહું છું કે, જેઓ શરીરને મારી નાખે, અને તે પછી બીજું કંઈ કરી ન શકે, તેઓથી બીશો નહિ. 5પણ તમારે કોનાથી બીવું તે વિષે હું તમને ચેતવું છું. મારી નાખ્યા પછી નરકમાં નાખી દેવાનો જેને અધિકાર છે તેનાથી બીહો; હા હું તમને કહું છું કે, તેનાથી બીહો. 6શું પાંચ ચકલી બે પૈસે વેચાતી નથી? તોપણ ઈશ્વરની દષ્ટિમાં તેઓમાંની એકે વિસારેલી નથી. 7પરંતુ તમારા માથાના વાળ પણ બધા ગણાયેલા છે. બીહો નહિ, ઘણી ચકલીઓ કરતાં તમે મૂલ્યવાન છો,
ઈસુ બાબતે એકરાર કે ઇન્કાર
(માથ. ૧૦:૩૨-૩૩; ૧૨:૩૨; ૧૦:૧૯-૨૦)
8હું તમને કહું છું કે, માણસોની આગળ જે કોઈ મને કબૂલ કરશે તેને ઈશ્વરના દૂતોની આગળ માણસનો દીકરો કબૂલ કરશે. 9પણ માણસોની આગળ જે કોઈ મારો નકાર કરશે તેનો નકાર ઈશ્વરના દૂતોની આગળ કરવામાં આવશે. 10#માથ. ૧૨:૩૨; માર્ક ૩:૨૯. જે કોઈ માણસના દીકરાની વિરુદ્ધમાં વાત બોલશે, તેને તે માફ કરવામાં આવશે; પણ પવિત્ર આત્માની વિરુદ્ધ જે કોઈ દુર્ભાષણ કરે તેને તે માફ કરવામાં આવશે નહિ. 11#માથ. ૧૦:૧૯-૨૦; માર્ક ૧૩:૧૧; લૂ. ૨૧:૧૪-૧૫. જ્યારે તેઓ તમને સભાસ્થાનોમાં અને અધિપતિઓ તથા અધિકારીઓની આગળ લઈ જશે, ત્યારે અમારે કેવી રીતે અથવા શો ઉત્તર આપવો, અથવા અમારે શું કહેવું, તે વિષે ચિંતા ન કરશો. 12કેમ કે તમારે જે કહેવું જોઈએ તે તે જ ઘડીએ પવિત્ર આત્મા તમને શીખવશે.”
મૂર્ખ ધનવાનનું દ્દષ્ટાંત
13લોકોમાંથી એક જણે તેમને કહ્યું “ગુરુજી, મારા ભાઈને કહો કે તે વારસાનો ભાગ મને આપે.” 14તેમણે તેને કહ્યું, “ઓ માણસ, મને તમારા પર ન્યાયાધીશ કે વહેંચી આપનાર કોણે ઠારાવ્યો?” 15તેમણે તેઓને કહ્યું, “સાવધાન રહો, અને સર્વ [પ્રકારના] લોભથી દૂર રહો, કેમ કે કોઈનું જીવન તેની પુષ્કળ મિલકતમાં રહેલું નથી.” 16તેમણે તેઓને એવું એક દ્દષ્ટાંત કહ્યું, “એક ધનવાન માણસની જમીનમાં ઘણી ઊપજ થઈ. 17તેણે મનમાં એવો વિચાર કર્યો કે, ‘હું શું કરું? કેમ કે મારી ઊપજ ભરી મૂકવાને મારી પાસે જગા નથી.’
18તેણે કહ્યું કે, ‘હું આમ કરીશ:મારી વખારોને પાડી નાખીને હું તે કરતાં મોટી બંધાવીશ; અને ત્યાં મારું બધું અનાજ તથા મારી માલમિલકત ભરી મૂકીશ. 19હું મારા જીવને કહીશ કે, ઓ જીવ, ઘણાં વરસને માટે ઘણી માલમિલકત તારે માટે રાખી મૂકેલી છે; આરામ લે, ખા, પી, આનંદ કર.’ 20પણ ઈશ્વરે તેને કહ્યું, “ઓ મૂર્ખ, આજે રાત્રે તારો જીવ તારી પાસેથી માગી લેવામાં આવે છે; ત્યારે જે વસ્તુઓ તેં તૈયાર કરી છે તે કોની થશે?’ 21જે પોતાને માટે દ્રવ્યનો સંગ્રહ કરે છે, અને ઈશ્વર પ્રત્યે ધનવાન નથી, તે તેવો જ છે.”
ચિંતા ના કરો
(માથ. ૬:૨૫-૩૪)
22તેમણે પોતાના શિષ્યોને કહ્યું, “એ માટે હું તમને કહું છું કે, [તમારા] જીવને માટે ચિંતા ન કરો કે, અમે શું ખાઈશું; તેમ તમારા શરીરને માટે પણ ન કરો કે, અમે શું પહેરીશું. 23કેમ કે ખોરાક કરતાં જીવ, અને વસ્ત્ર કરતાં શરીર, અધિક છે. 24કાગડાઓનો વિચાર કરો! તેઓ તેઓ વાવતા નથી અને કાપતા નથી, તેઓની પાસે વખાર કે કોઠાર નથી; તોપણ ઈશ્વર તેઓનું પોષણ કરે છે: પક્ષીઓ કરતાં તમે કેટલા વિશેષ મૂલ્યવાન છો! 25ચિંતા કરવાથી તમારામાંનો કોણ પોતાના કદને એક હાથભર વધારી શકે છે? 26માટે જે સૌથી નાનું કામ તે જો તમે કરી નથી શકતા તો બીજા વિષે તમે કેમ ચિંતા કરો છો? 27ફૂલઝાડોનો વિચાર કરો, તેઓ કેવાં વધે છે: તેઓ મહેનત કરતાં નથી, તેઓ કાંતતા પણ નથી, તોપણ હું તમને કહું છું કે, #૧ રા. ૧૦:૪-૭; ૨ કાળ. ૯:૩-૬. સુલેમાન પણ પોતાના સર્વ વૈભવમાં તેઓમાંના એકના જેવો પહેરેલો ન હતો. 28એ માટે ખેતરનું ઘાસ જે આજે છે અને કાલે ભઠ્ઠીમાં ફેંકાય છે, તેને જો ઈશ્વર એવું પહેરાવે છે, તો ઓ અલ્પવિશ્વાસીઓ, તેઓ તમને પહેરાવશે એ કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે?
29અમે શું ખાઈશું તથા શું પીશું, એની ચિંતા ન કરો, અને મનમાં સંદેહ ન રાખો. 30કેમ કે જગતના લોકો એ બધાં વાના શોધે છે; પણ તમારા પિતા જાણે છે કે એ વાનાંની તમને અગત્ય છે. 31પરંતુ તમે તેમનું રાજ્ય શોધો, અને એ વાનાં પણ તમને આપવામાં આવશે.
આકાશમાં અખૂટ દ્રવ્ય
(માથ. ૬:૧૯-૨૧)
32ઓ નાની ટોળી, ગભરાશો નહિ; કેમ કે તમને રાજ્ય આપવાની તમારા પિતાની ખુશી છે. 33તમારી પાસે જે છે તે વેચીને દાનધર્મ કરો; જીર્ણ નહિ થાય એવી થેલીઓ, એટલે આકાશમાં અખૂટ દ્રવ્ય, પોતાને માટે મેળવો; ત્યાં ચોર આવતો નથી, અને કીડો ખાઈ જતો નથી. 34કેમ કે જ્યાં તમારું દ્રવ્ય છે ત્યાં જ તમારું ચિત્ત રહેશે.
જાગતા રહો
35તમારી કમરો બાંધેલી તથા #માથ. ૨૫:૧-૧૩. તમારા દીવા સળગેલા રાખો. 36અને #માર્ક ૧૩:૩૪-૩૬. જે માણસો પોતાનો ધણી લગ્નમાંથી ક્યારે પાછો આવે તેની વાટ જુએ છે કે, તે આવીને ખટખટાવે કે તત્કાળ તેઓ તેને માટે દ્વાર ઉઘાડે, તેઓના જેવા તમે થાઓ. 37જે દાસોને ધણી આવીને જાગતા જોશે તેઓને ધન્ય છે; હું તમને ખચીત કહું છું કે, તે પોતાની કમર બાંધીને તેઓને જમવા બેસાડશે, અને આવીને તેઓની સેવા કરશે. 38જો તે બીજે પહોરે આવે કે, ત્રીજે પહોરે આવે, અને તેઓને એમ [કરતાં] જુએ, તો તે દાસોને ધન્ય છે! 39પણ #માથ. ૨૪:૪૩-૪૪. આટલું સમજો કે ઘરધણી જાણતો હોત કે, કઈ ઘડીએ ચોર આવશે, તો તે જાગતો રહીને પોતાના ઘરમાં ખાતર પડવા ન દેત. 40તમે પણ તૈયાર રહો; કેમ કે તમારા ધારવામાં નહિ હોય એવી ઘડીએ માણસનો દીકરો આવશે.”
વિશ્વાસુ અને અવિશ્વાસુ ચાકર
(માથ. ૨૪:૪૫-૫૧)
41પિતરે પૂછ્યું, “પ્રભુ, તમે આ દ્દષ્ટાંત અમને, કે સર્વને કહો છો?”
42પ્રભુએ કહ્યું, “જેને તેનો ધણી પોતાનાં ઘરનાંઓને યોગ્ય સમયે અન્ન આપવા માટે પોતાના ઘર પર ઠરાવશે એવો વિશ્વાસુ તથા શાણો કારભારી કોણ છે? 43જે દાસને તેનો ધણી આવીને એમ કરતો જોશે તેને ધન્ય છે! 44હું તમને સાચું કહું છું કે, તે પોતાની સર્વ માલમિલકત પર તેને [કારભારી] ઠરાવશે, 45પણ જો તે દાસ પોતાના મનમાં કહેશે કે મારો ધણી આવતાં વાર લગાડે છે; અને દાસોને તથા દાસીઓને મારવા [માંડશે] , અને ખાવાપીવા તથા છાકટો થવા માંડશે; 46તો જે દિવસે તે રાહ જોતો નથી, ને જે ઘડી તે જાણતો નથી, [તે ઘડીએ] તે દાસનો ધણી આવશે, ને તેને કાપી નાખીને, તેનો ભાગ અવિશ્વાસીઓની સાથે ઠરાવશે.
47જે દાસ પોતાના ધણીની ઇચ્છા જાણ્યા છતાં પોતે તૈયાર રહ્યો નહિ હોય, અને તેની ઇચ્છા પ્રમાણે વર્ત્યો નહિ હોય, તે ઘણો માર ખાશે. 48પણ જેણે અજાણતાં ફટકા યોગ્ય કામ કર્યું હશે, તે થોડો જ માર ખાશે. જે કોઈને ઘણું આપેલું છે, તેની પાસેથી ઘણું માગવામાં આવશે. અને જેને ઘણું સોપેલું છે, તેની પાસેથી વધારે માગવામાં આવશે.
ભાગલાનું કારણ ઈસુ
(માથ. ૧૦:૩૫-૩૬)
49હું પૃથ્વી પર આગ નાખવા આવ્યો છું; અને જો તે સળગી ચૂકી હોય તો હું [બીજું] શું ચાહું? 50પણ #માર્ક ૧૦:૩૮. મારે એક બાપ્તિસ્મા પામવાનું છે! અને તે પૂરું થાય ત્યાં સુધી હું કેવો સંકોચમાં આવેલો છું! 51શું તમે ધારો છો કે પૃથ્વી ઉપર શાંતિ કરાવવા હું આવ્યો છું? હું તમને કહું છું કે, ના; પણ તેથી ઊલટું ભાગલા પાડવા [આવ્યો છું]. 52કેમ કે હવે એક ઘરમાં પાંચમાં ભાગલા પડશે, એટલે ત્રણ બેની સામા, અને બે ત્રણની સામા થશે. 53#મી. ૭:૬. પિતા દીકરાની સામો, તથા દીકરો પિતાની સામો થશે; મા દીકરીની સામી, તથા દીકરી પોતાની માની સામી થશે! સાસુ પોતાની વહુની સામી, અને વહુ પોતાની સાસુની સામી થશે. એમ તેઓમાં ભાગલા પડશે!”
સમયની પારખ
(માથ. ૧૬:૨-૩)
54તેમણે લોકોને પણ કહ્યું, “તમે પશ્ચિમથી વાદળી ચઢતી જુઓ છો કે, તરત તમે કહો છો કે, ઝાપટું આવશે; અને એમ જ થાય છે. 55જ્યારે દક્ષિણનો વા વાય છે, ત્યારે તમે કહો છો કે લૂ વાશે; અને એમ જ થાય છે. 56ઓ ઢોંગીઓ, પૃથ્વીનું તથા આકાશનું રૂપ તમે પારખી જાણો છો; તો આ સમય કેમ પારખી નથી જાણતા?
તમારા વિરોધી સાથે સુમેળ કરી લો
(માથ. ૫:૨૫-૨૬)
57અને વાજબી શું છે તે તમે પોતાની મેળે કેમ પારખતા નથી? 58તું તારા વાદીની સાથે અધિકારીની આગળ જતો હોય ત્યારે માર્ગમાં તેનાથી છૂટકો પામવા માટે યત્ન કર; રખેને તે તને ન્યાયાધીશ આગળ ઘસડી લઈ જાય, અને ન્યાયાધીશ તને સિપાઈને સ્વાધીન કરે, અને સિપાઈ તને બંદીખાનામાં નાખે. 59હું તને કહું છું કે, તું છેલ્લી દમડી ચૂકવશે, ત્યાં સુધી તું ત્યાંથી નીકળવાનો નથી.”
المحددات الحالية:
લૂક 12: GUJOVBSI
تمييز النص
شارك
نسخ
هل تريد حفظ أبرز أعمالك على جميع أجهزتك؟ قم بالتسجيل أو تسجيل الدخول
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.