ઉત્પત્તિ 6:1-4

ઉત્પત્તિ 6:1-4 GUJOVBSI

અને ભૂમિ પર માણસો વધવા લાગ્યાં, અને તેઓને દીકરીઓ થઈ. ત્યારે એમ થયું કે, ઈશ્વરના દિકરાઓએ માણસોની દીકરીઓ જોઈ કે, તેઓ સુંદર છે. અને જે સર્વને તેઓએ પસંદ કરી તેઓમાંથી તેઓએ પત્નીઓ કરી. અને યહોવાએ કહ્યું, “મારો આત્મા માણસની સાથે સદા વાદ નહિ કરશે, કેમ કે તે માંસનું છે; તો પણ તેઓના દિવસો એક સો વીસ વર્ષ થશે.” તે દિવસોમાં પૃથ્વીમાં મહાવીર હતા, ને ઈશ્વરના દિકરાઓ માણસની દીકરીઓની પાસે ગયા, ને તેઓથી છોકરાં થયાં, જેઓ પુરાતન કાળના બળવાનો, નામાંકિત પુરુષો હતા.

Video vir ઉત્પત્તિ 6:1-4