YouVersion 標識
搜索圖示

લૂક 21:25-27

લૂક 21:25-27 GUJCL-BSI

“સૂર્ય, ચંદ્ર અને તારાઓમાં ચિહ્નો થશે. ઘૂઘવતા સમુદ્રના અને તેનાં ઊછળતાં મોજાંના ભયથી પૃથ્વી પરની બધી પ્રજાઓ નિરાશામાં ઘેરાશે. આખી પૃથ્વી પર જે આવી પડવાનું છે તેની અપેક્ષામાં અને તેની બીક માત્રથી માણસો હતાશ થઈ જશે; કારણ, આકાશનાં નક્ષત્રો તેમના ભમ્રણ-માર્ગમાંથી હટાવાશે. પછી માનવપુત્ર મહાન પરાક્રમ અને મહિમાસહિત વાદળમાં આવતો દેખાશે.