તાંહા ઇસુહુ થોમાલે પોતા આથ દેખાવ્યા, આને તીયાલે આખ્યો, કા “તોઅ આકળી માઅ આથુમે લાગલા ઘાવુપે થોવ, આને તોઅ આથ લાંબો કીને માઅ ખુકીમેને ઘાવુપે થોવ, આને શંકા કેરા બંદ કે, પેન વિશ્વાસ કે કા આંય જીવતો હાય.” ઇ ઉનાયને થોમાહા જવાબ દેદો, “તુ ખેરોજ માઅ પ્રભુ, આને માઅ પરમેહેર બાહકો હાય!”