1
ઉત્પત્તિ 27:28-29
પવિત્ર બાઇબલ C.L.
ઈશ્વર તારે માટે આકાશમાંથી ઝાકળ વરસાવો; તને પૃથ્વીની ફળદ્રુપ જમીન આપો; વળી, તે તને પુષ્કળ અનાજ અને દ્રાક્ષાસવ આપો. લોકો તારી સેવા કરો, પ્રજાઓ તારી આગળ નમો. તું તારા ભાઈઓનો માલિક થા, અને તારી માતાના પુત્રો તારી આગળ નમો. તને શાપ દેનાર પર શાપ ઊતરો, અને તને આશિષ દેનાર આશિષ પામો.”
موازنہ
تلاش ઉત્પત્તિ 27:28-29
2
ઉત્પત્તિ 27:36
એસાવે તેને કહ્યું, “તમે એનું નામ યાકોબ (એડી પકડનાર) સાચું જ પાડયું છે. કારણ, તેણે મને બે વાર છેતર્યો છે. પ્રથમ તેણે મારો જયેષ્ઠપુત્ર તરીકેનો હક્ક લઈ લીધો અને હવે મને મળનાર આશિષ પણ લઈ લીધી.” વળી, તેણે કહ્યું, “શું તમે મારે માટે કોઈ આશિષ રાખી મૂકી નથી?”
تلاش ઉત્પત્તિ 27:36
3
ઉત્પત્તિ 27:39-40
ત્યારે તેના પિતા ઇસ્હાકે તેને કહ્યું, “જો, જ્યાં જમીન ફળદ્રુપ ન હોય, અને આકાશમાંથી ઝાકળ વરસતું ન હોય, ત્યાં તું વસશે. તું તારી તલવારને જોરે જીવશે ને તારા ભાઈની સેવા કરશે, પણ તારાથી સહ્યું ન જાય ત્યારે તું તેની ઝૂંસરી તારી ગરદન પરથી ફગાવી દેશે.”
تلاش ઉત્પત્તિ 27:39-40
4
ઉત્પત્તિ 27:38
એસાવે પોતાના પિતાને કહ્યું, “પિતાજી, શું તમારી પાસે માત્ર એક જ આશિષ છે? પિતાજી, મારા પિતાજી, મને પણ કંઈક આશિષ આપો.” એમ બોલીને એસાવ પોક મૂકીને રડવા લાગ્યો.
تلاش ઉત્પત્તિ 27:38
صفحہ اول
بائبل
مطالعاتی منصوبہ
Videos