1
નિર્ગમન 2:24-25
પવિત્ર બાઇબલ C.L.
તેમનો વિલાપ ઊંચે ઈશ્વરને પહોંચ્યો. ઈશ્વરે તેમના નિસાસા સાંભળ્યા અને અબ્રાહામ, ઇસ્હાક તથા યાકોબ સાથે કરેલો પોતાનો કરાર તેમણે યાદ કર્યો. ઈશ્વરે ઇઝરાયલીઓની ગુલામીની દશા જોઈ અને તેમણે તેમની દરકાર કરી.
Paghambingin
I-explore નિર્ગમન 2:24-25
2
નિર્ગમન 2:23
ઘણાં વરસો પછી ઇજિપ્તનો રાજા મૃત્યુ પામ્યો. ગુલામીના કારણથી ઇઝરાયલીઓ નિસાસા નાખતા હતા અને મદદને માટે વિલાપ કરતા હતા.
I-explore નિર્ગમન 2:23
3
નિર્ગમન 2:10
તે છોકરો વૃદ્ધિ પામ્યો અને તે સ્ત્રી તેને ફેરોની પુત્રી પાસે લાવી અને તે ફેરોની પુત્રીનો પુત્ર બન્યો. “મેં તેને પાણીમાંથી ખેંચી કાઢયો છે,” એમ કહીને તેણે તેનું નામ મોશે (અર્થાત્ ખેંચી કાઢેલો) પાડયું.
I-explore નિર્ગમન 2:10
4
નિર્ગમન 2:9
પછી ફેરોની પુત્રીએ તે સ્ત્રીને કહ્યું, “આ છોકરાને લઈ જા. તેને મારા તરફથી ધવડાવીને ઉછેરજે અને હું તને તે માટે પગાર આપીશ.” તેથી તે સ્ત્રી તે છોકરાને લઈ ગઈ અને તેને ધવડાવીને ઉછેર્યો.
I-explore નિર્ગમન 2:9
5
નિર્ગમન 2:5
એવામાં ફેરોની પુત્રી નદીમાં સ્નાન કરવા આવી. તેની દાસીઓ નદીને કાંઠે કાંઠે ફરતી હતી. અચાનક કુંવરીએ બરુઓ મધ્યે પેલી ટોપલી જોઈ. તેણે તે લઈ આવવા પોતાની એક દાસીને મોકલી.
I-explore નિર્ગમન 2:5
6
નિર્ગમન 2:11-12
મોશે મોટો થયો. ત્યારે એકવાર પોતાના લોકોને મળવા તેમની પાસે ગયો. ત્યાં તેણે તેમના પર જુલમ થતો જોયો. તેણે એક ઇજિપ્તીને પોતાના હિબ્રૂ જાતભાઈને મારી નાખતાં પણ જોયો. તેણે આસપાસ નજર ફેરવી અને કોઈને ન જોતાં પેલા ઇજિપ્તીને મારી નાખીને તેનો મૃતદેહ રેતીમાં સંતાડી દીધો.
I-explore નિર્ગમન 2:11-12
Home
Biblia
Mga Gabay
Mga Palabas