સ્ત્રીએ જોયું કે તે પકડાઈ ગઈ છે, તેથી તે ધ્રૂજતી ધ્રૂજતી આવીને ઈસુને ચરણે નમી પડી. તે તેમને શા માટે અડકી હતી અને પોતે કેવી રીતે તરત જ સાજી થઈ ગઈ તે અંગે ત્યાં બધાની સમક્ષ તેણે ઈસુને બધું કહી દીધું. ઈસુએ તેને કહ્યું, “મારી દીકરી, તારા વિશ્વાસને કારણે તું સાજી થઈ છે. શાંતિથી જા.”
ઈસુ બોલતા હતા એવામાં અધિકારીના ઘેરથી એક માણસ આવ્યો.