જ્યારે તે સ્ત્રીએ જાણ્યું, ‘હું ગુપ્ત રહી નથી, ’ ત્યારે તે ધ્રૂજતી ધ્રૂજતી આવી, અને તેમના પગ આગળ પડીને શા કારણથી તે તેમને અડકી હતી, અને શી રીતે તરત સાજી થઈ હતી, તે તેણે બધા લોકોની આગળ તેમને કહી સંભળાવ્યું. તેમણે તેને કહ્યું, “દીકરી, તારા વિશ્વાસે તને સાજી કરી છે; શાંતિથી જા.”