Logoja YouVersion
Ikona e kërkimit

મત્તિ 2:1-2

મત્તિ 2:1-2 GASNT

ઝર હેરોદેસ રાજા યહૂદિયા પરદેશ મ રાજ કરેં રિયો હેંતો, તર ઇસુ નું જલમ હેંના પરદેશ ના બેતલહેમ ગામ મ થાયુ. તે ઉગમણી બાજુ થી અમુક બુદ્ધિમાન માણસ ઝી આકાશ ન તારં નું જ્ઞાન રાખે હે, યરુશલેમ સેર મ આવેંનેં પૂસવા મંડ્યા. વેયુ બાળક કાં હે? ઝી યહૂદી મનખં નો રાજા બણવા હારુ પેદા થાયુ હે, કેંમકે હમવેં ઉગમણી બાજુ હેંના જલમ ના બારા મ વતાડવા વાળા તારા નેં ઉગતં ભાળ્યો હે, હેંના બાળક નેં હમું નમેંનેં પોગેં લાગવા આયા હે.