1
લુક 22:42
ડાંગી નવા કરાર
“ઓ બાહાસ, જો તુની મરજી હવી ત યે દુઃખના પેલાલા મા પાસુન દુર કર, તરી બી માની નીહી પન તુની જ મરજી પુરી હુય.”
Yenzanisa
Ongorora {{vhesi}}
2
લુક 22:32
પન મા તુને સાટી વિનંતી કરનાવ, કા તુના વીસવાસ નીંગી નીહી જા અન જદવ તુ પસ્તાવા કરનાસ, ત તુને વીસવાસી ભાવુસ સાહલા બી વીસવાસમા મજબુત કરજોસ.
3
લુક 22:19
માગુન ઈસુ ભાકર લીના, અન આભાર માનીની મોડના, અન તેહાલા યી સાંગીની દીના, “યી માના શરીર આહા, જી તુમને સાટી દીદાહા. માલા આઠવ કરુલા સાટી યી કરે કરા.”
4
લુક 22:20
યે રીતે ઈસુની ખાવને માગુન પેલા બી યી સાંગીની દીના, “યો પેલા માને રગતકન ઠરવેલ નવા કરાર આહા જો તુમને સાટી ઉબરી દેવામા યી રહનાહા.
5
લુક 22:44
અન તો ખુબ જ દુઃખી હુયીની વદારે કળવળીની પ્રાર્થના કરુલા લાગના, અન તેના ઘામ રગતના મોઠલા ટીવા સારકા ભુયવર ગળ હતા.
6
લુક 22:26
પન તુમને મદી ઈસા નોકો હુયસે, જો તુમનેમા મોઠા આહા તેની બારીક બનુલા પડ, અન જો અમલદાર આહા તેની ચાકર બનુલા પડ.
7
લુક 22:34
ઈસુની તેલા સાંગા, “ઓ પિતર મા તુલા સાંગાહા, કા આજ કોંબડા આરવીલ તેને પુડજ, તુ તીન વાર ઈસા સાંગીની માલા નકાર કરસીલ કા મા તેલા નીહી વળખા.”
Pekutangira
Bhaibheri
Zvirongwa
Mavideo