1
લૂક 6:38
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
આપો ને તમને અપાશે; સારું માપ દાબેલું ને હલાવેલું તથા ઊભરાતું તમારા ખોળામાં તેઓ [ઠાલવી] દેશે. કેમ કે જે માપથી તમે માપી આપો છો, તેથી તમને પાછું માપી આપવામાં આવશે.”
සසඳන්න
લૂક 6:38 ගවේෂණය කරන්න
2
લૂક 6:45
સારું માણસ પોતાના મનના સારા ભંડારમાંથી સારું કાઢે છે; અને ભૂંડું માણસ પોતાના મનના ભૂંડા ભંડારમાંથી ભૂંડું કાઢે છે: કારણ કે મનના ભરપૂરપણામાંથી તેનું મોં બોલે છે.
લૂક 6:45 ගවේෂණය කරන්න
3
લૂક 6:35
પણ તમે તમારા વૈરીઓ પર પ્રેમ રાખો, તેઓનું ભલું કરો, ને કચવાયા વગર ઉછીનું આપો; એથી તમને ઘણું પ્રતિફળ મળશે, અને તમે સર્વોચ્ચ ઈશ્વરના દીકરાઓ થશો; કેમ કે અનુપકારીઓ પર તથા ભૂંડાઓ પર તે માયાળુ છે.
લૂક 6:35 ගවේෂණය කරන්න
4
લૂક 6:36
માટે જેવા તમારા પિતા દયાળુ છે, તેવા તમે દયાળુ થાઓ.
લૂક 6:36 ගවේෂණය කරන්න
5
લૂક 6:37
કોઈનો ઇનસાફ ન કરો, એટલે તમારો ઇનસાફ કરવામાં નહિ આવે. કોઈને દોષિત ન ઠરાવો, અને તમને કોઈ દોષિત નહિ ઠરાવશે. છોડો ને તમને છોડવામાં આવશે.
લૂક 6:37 ගවේෂණය කරන්න
6
લૂક 6:27-28
પણ હું તમ સાંભળનારાઓને કહું છું કે, તમારા વૈરીઓ પર પ્રેમ કરો, જેઓ તમારો દ્વેષ કરે છે તેઓનું ભલું કરો. જેઓ તમને શાપ આપે છે તેઓને આશીર્વાદ આપો, જેઓ તમારું અપમાન કરે છે તેઓને માટે પ્રાર્થના કરો.
લૂક 6:27-28 ගවේෂණය කරන්න
7
લૂક 6:31
અને જેમ તમે ચાહો છો કે માણસો તમારા પ્રત્યે વર્તે તેમ જ તમે પણ તેઓ પ્રત્યે વર્તો.
લૂક 6:31 ගවේෂණය කරන්න
8
લૂક 6:29-30
જે કોઈ તને એક ગાલ પર તમાચો મારે, તેની આગળ બીજો પણ ધર. વળી જે તારો ડગલો લઈ લે, તેનાથી તારું પહેરણ પણ પાછું રાખતો ના. જે કોઈ તારી પાસે કંઈ માગે, તેને તે આપ; અને જે કોઈ તારો માલ લઈ જાય તેની પાસેથી તું પાછો માગીશ નહિ.
લૂક 6:29-30 ගවේෂණය කරන්න
9
લૂક 6:43
કેમ કે કોઈ સારા ઝાડને ખરાબ ફળ આવતું નથી; વળી ખરાબ ઝાડને સારું ફળ આવતું નથી.
લૂક 6:43 ගවේෂණය කරන්න
10
લૂક 6:44
હરેક ઝાડ પોતાનાં ફળથી ઓળખાય છે; કેમ કે કાંટાના ઝાડ પરથી લોક અંજીર વીણતા નથી, અને ઝાંખરા પરથી દ્રાક્ષા વીણતા નથી.
લૂક 6:44 ගවේෂණය කරන්න
නිවස
බයිබලය
සැලසුම්
වීඩියෝ