ત્યારે અનાન્યા ચાલ્યો ગયો, અને તે ઘરમાં પ્રવેશ્યો, અને તેના પર હાથ મૂકીને કહ્યું, “ભાઈ શાઉલ, પ્રભુ, એટલે ઈસુ, જે તમને માર્ગમાં આવતા દેખાયા, તેમણે તમે દેખતા થાઓ, અને પવિત્ર આત્માથી તમે ભરપૂર થાઓ, માટે મને મોકલ્યો છે.” ત્યારે તેની આંખો પરથી તત્કાળ છાલાં જેવું કંઈ ખરી પડયું, એટલે તે દેખતો થયો; અને ઊઠીને તે બાપ્તિસ્મા પામ્યો.