1
ઉત્પત્તિ 24:12
પવિત્ર બાઇબલ C.L.
પછી તેણે કહ્યું, “હે પ્રભુ, મારા માલિક અબ્રાહામના ઈશ્વર, મારું કાર્ય સફળ કરો, અને મારા માલિક અબ્રાહામ ઉપર કૃપા કરો.
Vergelijk
Ontdek ઉત્પત્તિ 24:12
2
ઉત્પત્તિ 24:14
હવે એવું થવા દો કે જે કન્યાને હું કહું કે, ‘તારી ગાગર નમાવ કે હું પાણી પીઉં’ અને જે કહે કે, ‘પીઓને; વળી, હું તમારાં ઊંટોને પણ પાઈશ.’ તે જ કન્યા તમારા સેવક ઇસ્હાકની પત્ની થવા તમે નક્કી કરેલી હોય. એ ઉપરથી હું જાણીશ કે મારા માલિક પર તમારી કૃપા છે.”
Ontdek ઉત્પત્તિ 24:14
3
ઉત્પત્તિ 24:67
પછી ઇસ્હાક રિબકાને પોતાની માતા સારાના તંબુમાં લાવ્યો અને પત્ની તરીકે તેનો સ્વીકાર કર્યો. તેણે રિબકા ઉપર પ્રેમ કર્યો અને એમ ઇસ્હાક પોતાની માતાના મૃત્યુના દુ:ખમાં દિલાસો પામ્યો.
Ontdek ઉત્પત્તિ 24:67
4
ઉત્પત્તિ 24:60
તેમણે રિબકાને આશિષ આપતાં કહ્યું, “અમારી બહેન, તું કરોડો વંશજોની માતા થજે અને તારા વંશજો દુશ્મનોનાં નગરો કબજે કરજો.”
Ontdek ઉત્પત્તિ 24:60
5
ઉત્પત્તિ 24:3-4
હું તારી પાસે આકાશ અને પૃથ્વીના ઈશ્વર યાહવેને નામે સોગંદ લેવડાવીશ કે હું જેમની વચમાં વસુ છું તે કનાનીઓની દીકરીઓમાંથી તું મારા પુત્ર માટે પત્ની લાવીશ નહિ. પણ મારા દેશમાં મારા કુટુંબીજનો પાસે જઈને મારા પુત્ર ઇસ્હાક માટે ત્યાંથી પત્ની લાવજે.”
Ontdek ઉત્પત્તિ 24:3-4
Thuisscherm
Bijbel
Leesplannen
Video's