1
લૂક 14:26
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
“જો કોઈ મારી પાસે આવે, અને પોતાના બાપનો, માનો, પત્નીનો, છોકરાંનો, ભાઈઓનો તથા બહેનોનો, હા, પોતાના જીવનો પણ દ્વેષ ન કરે, તો તે મારો શિષ્ય થઈ શકતો નથી.
比較
લૂક 14:26で検索
2
લૂક 14:27
જે કોઈ પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ આવતો નથી, તે મારો શિષ્ય થઈ શકતો નથી.
લૂક 14:27で検索
3
લૂક 14:11
કેમ કે જે કોઈ પોતાને ઊંચો કરે છે તેને નીચો કરવામાં આવશે; અને જે પોતાને નીચો કરે છે તેને ઊંચો કરવામાં આવશે.”
લૂક 14:11で検索
4
લૂક 14:33
તે પ્રમાણે તમારામાંનો જે કોઈ પોતાની સર્વ વસ્તુઓનો ત્યાગ કરતો નથી, તે મારો શિષ્ય થઈ શકતો નથી.
લૂક 14:33で検索
5
લૂક 14:28-30
કેમ કે તમારામાં એવો કોણ છે કે જે બુરજ બાંધવા ચાહે, પણ પહેલવહેલાં બેસીને ખરચ નહિ ગણે કે તે પૂરો કરવા જેટલું મારી પાસે છે કે નહિ? રખેને પાયો નાખ્યા પછી તે પૂરો કરી શકે નહિ. ત્યારે જેઓ જુએ તેઓ સર્વ તેની મશ્કરી કરવા લાગે. અને કહે કે, આ માણસ બાંધવા લાગ્યો, પણ પૂરું કરી શક્યો નહિ.
લૂક 14:28-30で検索
6
લૂક 14:13-14
પણ જ્યારે તમે મિજબાની આપો ત્યારે દરિદ્રીઓને, અપંગોને, લંગડાઓને તથા આંધળાઓને બોલાવો. તેથી તમે ધન્ય થશો; કેમ કે તમને બદલો આપવાને તેઓની પાસે કંઈ નથી; પણ ન્યાયીઓના પુનરુત્થાનમાં તમને બદલો આપવામાં આવશે.”
લૂક 14:13-14で検索
7
લૂક 14:34-35
મીઠું તો સારું છે, પરંતુ જો મીઠું પણ સ્વાદ વગરનું થયું હોય, તો તે શાથી ખારું કરી શકાય? જમીનને માટે અથવા ખાતરને માટે પણ તે યોગ્ય નથી. પણ માણસો તેને બહાર નાખી દે છે. જેને સાંભળવાને કાન છે તેણે સાંભળવું.”
લૂક 14:34-35で検索
ホーム
聖書
読書プラン
ビデオ