1
યોહાન 15:5
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
હું તો દ્રાક્ષાવેલો છું, ને તમે ડાળીઓ છો. જે મારામાં રહે છે, અને હું તેનામાં, તે જ ઘણાં ફળ આપે છે; કેમ કે મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી.
比較
યોહાન 15:5で検索
2
યોહાન 15:4
તમે મારામાં રહો, ને હું તમારામાં [રહીશ]. જેમ ડાળી વેલામાં રહ્યા વિના પોતાની જાતે ફળ આપી નથી શકતી, તેમ તમે પણ મારામાં રહ્યા વિના [ફળ] આપી શક્તા નથી.
યોહાન 15:4で検索
3
યોહાન 15:7
જો તમે મારામાં રહો, અને મારાં વચન તમારામાં રહે, તો જે કંઈ તમે ચાહો તે માગો, એટલે તે તમને મળશે.
યોહાન 15:7で検索
4
યોહાન 15:16
તમે મને પસંદ કર્યો નથી, પણ મેં તમને પસંદ કર્યા છે, ને તમને નીમ્યા છે કે, તમે જઈને ફળ આપો, અને તમારાં ફળ કાયમ રહે, જેથી તમે મારે નામે જે કંઈ પિતાની પાસે માગો તે તમને તે આપે.
યોહાન 15:16で検索
5
યોહાન 15:13
પોતાના મિત્રોને માટે જીવ આપવો, તે કરતાં મોટો પ્રેમ કોઈનો નથી.
યોહાન 15:13で検索
6
યોહાન 15:2
મારામાંની પ્રત્યેક ડાળી જેને ફળ આવતાં નથી, તેને તે કાપી નાખે છે; અને પ્રત્યેક [ડાળી] જેને ફળ આવે છે, તેને વધારે ફળ આવે માટે તે તેને શુદ્ધ કરે છે.
યોહાન 15:2で検索
7
યોહાન 15:12
મારી આજ્ઞાઓ એ છે કે, જેમ મેં તમારા પર પ્રેમ રાખ્યો છે, તેમ તમે એકબીજા પર પ્રેમ રાખો.
યોહાન 15:12で検索
8
યોહાન 15:8
તમે બહુ ફળ આપો, એમાં મારા પિતાને મહિમા મળે છે; અને [એથી] તમે મારા શિષ્યો થશો.
યોહાન 15:8で検索
9
યોહાન 15:1
હું ખરો દ્રાક્ષાવેલો છું, અને મારા પિતા માળી છે.
યોહાન 15:1で検索
10
યોહાન 15:6
જો કોઈ મારામાં રહેતો નથી, તો ડાળીની જેમ તેને બહાર ફેંકી દેવામાં આવે છે, અને તે સુકાઈ જાય છે. પછી લોકો તેઓને એકઠી કરીને અગ્નિમાં નાખે છે, ને તેઓ બળી જાય છે.
યોહાન 15:6で検索
11
યોહાન 15:11
તમારામાં મારો આનંદ રહે, અને તમારો આનંદ સંપૂર્ણ થાય, એ માટે મેં તમને એ વચનો કહ્યાં છે.
યોહાન 15:11で検索
12
યોહાન 15:10
જેમ હું મારા પિતાની આજ્ઞાઓ પાળીને તેમના પ્રેમમાં રહું છું, તેમ જો તમે મારી આજ્ઞાઓ પાળો તો તમે મારા પ્રેમમાં રહેશો.
યોહાન 15:10で検索
13
યોહાન 15:17
તમે એકબીજા પર પ્રેમ રાખો માટે હું તમને એ આજ્ઞાઓ આપું છું.
યોહાન 15:17で検索
14
યોહાન 15:19
જો તમે જગતના હોત તો જગત પોતાનાંના ઉપર પ્રેમ રાખત! પરંતુ તમે જગતના નથી, પણ મેં તમને જગતમાંથી પસંદ કર્યા છે, તે માટે જગત તમારા પર દ્વેષ રાખે છે.
યોહાન 15:19で検索
ホーム
聖書
読書プラン
ビデオ