માથ્થી 19

19
સુટાસેડાને ગોઠમા ઈસુના સીકસન
(માર્ક 10:1-12)
1ઈસુ યે અખી ગોઠ પુરી કરીની ગાલીલ વિસ્તાર માસુન નીંગના, તો યરદન નયને તેહુન યહૂદિયા વિસ્તાર સવ સીવાડા વર આના. 2ભીડ તેને માગ ગોળા હુયની, તેહા માસલે ખુબ અજેરી લોકા સાહલા ઈસુની બેસ કરા.
3તઠ થોડાક ફરોસી લોકા, ઈસુની પરીક્ષા કરુલા સાટી સોદનાત કા, ગોહો બાયકોલા કને પન કારન વરહુન સુટાસેડા દેવલા તી પરવાનગી આહા કા? 4ઈસુની તેહાલા સાંગા, કા તુમી નીહી વાંચલા, તેની દુને બનવેલ તાહા જ તેહાલા ગોહો અન બાયકો બનવા અન સાંગા,
5યે કારને ગોહો પદરને આયીસ બાહાસલા સોડીની બાયકો હારી જોડાયજી રહીલ, અન દોની જના એક જ હુયતીલ.
6તાહા આતા તે દોની એક જ શરીર હુયી જાતીલ, પન એક જ જીવભાવના હુયતીલ. તાહા જેહાલા દેવની જોડાહા તે ગોહો અન બાયકોલા કોની વાયલા નીહી કરુલા પડ. 7યી ગોઠ આયકીની તેહી ઈસુલા સોદા, “માગુન મૂસાની કજ ઈસા નેમ દીદા, કા સુટાસેડાના કાગદ દીની બાયકોલા સોડી દીલ?” 8ઈસુની તેહાલા સાંગા, મૂસાની તુમી તુમના મન બદલુલા નીહી માગ હતાસ તી હેરીની બાયકોલા સોડી દેવલા તુમાલા ઈસા સાંગના, પન દેવની માનુસલા બનવાહા તઠુન ઈસા નીહી હતા. 9તાહા મા તુમાલા સાંગાહા, જો કોની સીનાળી સીવાય દુસરા કાહી કારનકન તેને બાયકોલા સોડી દીની દુસરી બાયકો હારી લગીન કરહ તો સીનાળી કરહ. અન જો કોની સોડી દીયેલ બાયકો હારી લગીન કરહ તો બી સીનાળી કરહ.
10તાહા તેના ચેલા તેલા સાંગત, ગોહો બાયકોના સબંદ ઈસા હવા ત લગીન નીહી કરુલા તી બેસ આહા. 11પન ઈસુની તેહાલા સાંગા, “અખા જ યે વચનલા પાળી નીહી સકત, ફક્ત તોજ પાળી સકહ જેલા દેવ સહુન યી દાન મીળનાહા.” 12કાહાકા થોડાક અરદનાર ઈસા આહાત જે જલમ પાસુન જ ઈસા આહાત, અન કનાએક અરદનાર ઈસા આહાત જેહાલા લોકા અરદનાર બનવતાહા, અન થોડાક અરદનાર ઈસા આહાત, જેહી સરગને રાજ સાટી પદરલા અરદનાર બનવનાહાત. જે યી સમજી સકતાહા, તે સમજતીલ.
ઈસુ પોસા સાહલા આસીરવાદ દેહે
(માર્ક 10:13-16; લુક. 18:15-17)
13માગુન થોડાક જના પોસા સાહલા ઈસુ પાસી લયનાત યે સાટી કા, તો તેહાવર હાત ઠેવીની તેહને સાટી પ્રાર્થના કરીલ ઈસા તેહના ઈચાર હતા, પન ચેલા તેહાલા બીહવાડનાત. 14પન ઈસુ સાંગ, પોસા સાહલા માને પાસી યેવંદે અન તેહાલા અટકવા નોકો. કાહાકા સરગના રાજ તેહના જ આહા. 15ઈસા સાંગીની ઈસુની પોસા સાહવર હાત ઠેવીની, માગુન તો તઠુન નીંગના.
એક ખાનદાન જુવાન
(માર્ક 10:17-31; લુક. 18:18-30)
16એકદા એક માનુસ ઈસુ પાસી યીની સોદ કા, ગુરુજી, કાયીમના જીવન મેળવુલા સાટી મા કના બેસ કામ કરુ? 17તાહા ઈસુની તેલા સાંગા, માલા બેસ ઈસા કાહા સાંગહસ? એક જ દેવ જો બેસ આહા, જો તુ કાયીમના જીવન મેળવુલા માગ હવાસ ત દેવના નેમ પાળજોસ. 18તાહા તો ઈસુલા સોદના, કના કના નેમ? તાહા ઈસુની તેલા સાંગા, ખૂન નોકો કરસીલ, સીનાળી નોકો કરસીલ, ચોરી નોકો કરસીલ, દુસરાને વિરુદધ ખોટી સાક્ષી નોકો પુરસીલ. 19તુને આયીસ બાહાસલા માન દે, જીસા તુ તુવર માયા કરહસ તીસા દુસરે વરહી માયા કર. 20તાહા તે જુવાનની ઈસુલા સાંગા, મા યે અખે આજ્ઞા ત બારીક પાસુન પાળત આનાહાવ, આખુ માનેમા કાય બાકી આહા? 21તાહા ઈસુની તેલા સાંગા, તુ સપુરા હુયુલા હવાસ ત જાયની તુ પાસી જી કાહી આહા તી ઈકી દે, અન પયસા ગરીબ સાહલા વાટી દે, અન તુલા સરગમા ધન-દવલત મીળીલ, માગુન માને પાઠીમાગ યે અન માના ચેલા બન. 22તો માનુસ ધનવાન હતા અન તે પાસી પકી માલ-મિલકત હતી. તાહા ઈસુની સાંગા તી ગોઠ આયકીની તો પકા દુઃખી હુયીની તઠુન નીંગી ગે, કાહાકા તો પકા ધનવાન હતા.
23માગુન ઈસુ તેને ચેલા સાહલા સાંગના, મા ખરા જ સાંગાહા ધનવાન માનુસલા સરગને રાજમા જાવલા પકા કઠીન આહા. 24ફીરીની મા તુમાલા સાંગાહા કા, “એક ઊંટલા જીસા સુઈને નાકુ માસુન જાવલા કઠીન આહા તેને કરતા ધનવાન માનુસલા દેવના રાજમા જાવલા પકા કઠીન આહા.” 25તી આયકીની ચેલા સાહલા પકા નવાય લાગના અન સોદુલા લાગનાત કા, ત માગુન કોનાના તારન હુયી સકહ? 26ઈસુની તેહાલા હેરીની સાંગા, “યી માનુસને સાટી અશક્ય આહા પન દેવને સાટી નીહી, પન દેવને સાટી અખા જ શક્ય આહા.” 27તાહા પિતર સાંગ, હેર, આમી અખા સોડીની તુને માગ આનાહાવ. ત આમાલા કાય મીળીલ? 28ઈસુ તેહાલા સાંગ, મા તુમાલા ખરા જ સાંગાહા કા, મરેલ જીતા ઉઠતીલ તે સમયમા, માનુસના પોસા તેને મોઠે માનમા રાજગાદીવર બીસીલ, તાહા તુમી બારા ચેલાહી રાજગાદેમા બીસીની ઈસરાયેલ બારા કુળના નેય કરસેલ. 29માને સાટી જે જે તેહને ઘરાસાહલા કા, ભાવુસ-બીહનીસલા, આયીસ-બાહાસલા, બાળ-બચ્ચાલા કા, ખેતી-વાડીલા સોડી દીનાહાત, તેહાલા સેંબર દા વદારે દેવ દીલ જ. હોડાજ નીહી, તેહાલા કાયીમના જીવન પન મીળીલ. 30પન પકા લોકા જે પુડ આહાત તે માગા હુયતીલ, અન ખુબ લોકા માગ આહાત તે પુડ હુયતીલ.

Áherslumerki

Deildu

Afrita

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in