તઈ એણે દોયડાના ટુકડાઓથી કોરડો બનાવીને, અને ઈ બધાયને ઘેટા અને બળદ સહીત મંદિરમાંથી કાઢી મુક્યા, અને રૂપીયા બદલનારાઓના રૂપીયાને ફેકી દીધા અને મેજને ઉધ્યું વાળી દીધ્યું. અને કબુતર વેસનારાઓને કીધું કે, “આને આયથી લય જાવ. મારા બાપના મંદિરને વેપારનું ઘર બનાવો નય.”