પ્રેરિત કેલે કામે 2:46-47
પ્રેરિત કેલે કામે 2:46-47 DUBNT
આને તે રોદદીહી એક મન વીને દેવળુમે એકઠે વેતલે, આને પરમેહેરુ મહિમા કેતલે, આને ઇસુ મોતુ યાદગીરી માટે પ્રભુભોજ એકબીજા કોઅ જાયને કેતલે, આને આનંદુકી આને ઉદાર મનુકી પ્રભુભોજ લેતલે. આને પરમેહેરુ સ્તુતિ કેતલે, આને બાદા લોક તીયાકી ખુશ આથા; આને જે માંહે ઉદ્ધાર મીલવુતલે, તીયાહાને પ્રભુ રોદદીહી વિશ્વાસી લોકુ આરી મીલવી દેતલો.